05 May, 2025 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
લગ્નમાં હંમેશાં શરમાતી અને મુસ્કુરાતી હોય એવી જ દુલ્હનની એન્ટ્રી થતી જોઈ હશે, પરંતુ સોશ્યલ મીડિયા પર એક લગ્નના હલ્દી ફંક્શનનો વિડિયો વાઇરલ થયો છે એ જોતાં જ દંગ રહી જવાય એવું છે. કોઈ નાજુક કન્યા ફૂલોની ચાદર નીચે ચાલીને તો કોઈ રૉયલ બાઇક લઈને એન્ટ્રી કરતી હોય છે, પણ આ વિડિયોમાં યુવતી પોતાનાં જ લગ્નમાં ડાયનોસૉરનો કૉસ્ચ્યુમ પહેરીને પ્રવેશે છે અને સીધી દુલ્હા પાસે જઈને તેની સાથે ડાન્સ કરવા લાગે છે. દુલ્હનને આવા વાઇલ્ડ અવતારમાં જોઈને દુલ્હો પહેલાં તો સ્તબ્ધ થઈ જાય છે, પણ પછી એન્જૉય કરતી દુલ્હનને જોઈને તેની સાથે વેસ્ટર્ન ડાન્સ કરવા લાગે છે. Malkeetshergill નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર થયેલા આ વિડિયોમાં લગ્ન પહેલાંની હલ્દી સેરેમની ચાલી રહી છે. હિલ સ્ટેશન પર યોજાયેલા આ ફંક્શનમાં આવેલા તમામ મહેમાનો પણ દુલ્હનનો આ વેશ જોઈને અચરજ પામ્યા હતા.