પહેલાં જાત સાથે કર્યાં લગ્ન અને પછી પોતાનો જ સાથ પસંદ ન આવતાં છૂટાછેડા આપી દીધા

22 February, 2026 02:35 PM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

સુએલીનનું કહેવું છે કે સંબંધો કોઈ બીજા સાથે હોય કે પોતાની સાથે, એમાં સમજદારી અને સંતુલન જરૂરી છે. 

સુએલીન કૅરી

થોડા સમય પહેલાં એક ટ્રેન્ડ શરૂ થયો હતો જેમાં કેટલાક યુવાનોમાં બીજા કોઈની સાથે જોડાવાને બદલે જાત સાથે ‘લગ્નગ્રંથિ’થી જોડાવાની ફૅશન હતી. બ્રાઝિલની એક કન્ટેન્ટ-ક્રીએટર સુએલીન કૅરીએ ૨૦૨૩માં પોતાની સાથે જ લગ્ન કર્યાં હતાં. તેની સોલોગામી એટલે કે સેલ્ફ-મૅરેજની ઘટના જબરી વાઇરલ થઈ હતી. તેણે ૩૬ વર્ષની ઉંમરે લંડનમાં સફેદ ગાઉન પહેરીને પૂરી રીતરસમ સાથે પોતાની જાત સાથે લગ્ન કર્યાં હતાં. પોતાની જાતની કદર કરીને સ્વતંત્રતાને સેલિબ્રેટ કરવા માટે તેણે આમ કર્યું હતું. સુએલીનનું કહેવું હતું કે સોલોગામી પોતાની જાતને પ્રાથમિકતા આપવાનો એક રસ્તો છે. જોકે થોડાં જ વષોમાં કહાણીમાં ટ્વિસ્ટ આવી ગયો છે. હવે સુએલીનબહેનને જાત સાથે રહેવાનો કંટાળો આવી રહ્યો છે. તે પોતાની જાતથી ઉબાઈ ગઈ છે. જાત સાથે લગ્ન કર્યાં હોવાથી તેણે સાઇકોલૉજિસ્ટ પાસે કપલ થેરપીનાં સેશન્સ લેવાનું નક્કી કર્યું, પણ કંઈ ખાસ મજા ન આવી. તે પોતાની જાત પાસેથી જ ખૂબ ઊંચી આશાઓ રાખતી હતી, પણ જ્યારે એ આશાઓ પૂરી નહોતી થતી ત્યારે તે હતાશ થઈ ગઈ હતી. આખરે તેણે સોશ્યલ મીડિયામાં પોતાના છૂટાછેડાની જાહેરાત કરી દીધી. સુએલીનનું કહેવું છે કે સંબંધો કોઈ બીજા સાથે હોય કે પોતાની સાથે, એમાં સમજદારી અને સંતુલન જરૂરી છે. 

offbeat news brazil international news world news sex and relationships