06 December, 2025 01:21 PM IST | Brasília | Gujarati Mid-day Correspondent
દરેક પંખી જાણે જીવતું-જાગતું હોય એવી ફીલ આપે છે
ભરતગૂંથણનું કામ ભારતીય મહિલામાં જ ફેમસ છે એવું નથી. બ્રાઝિલની આર્ટિસ્ટ લૉરા વેકિયાને એમ્બ્રૉઇડરીનો એટલો શોખ છે કે તેણે એને અદ્ભુત આર્ટવર્કમાં તબદીલ કરી દીધી છે. સામાન્ય રીતે એમ્બ્રૉઇડરી કપડા પર કે પછી કૅન્વસ પર કરવામાં આવતી હોય છે, પણ લૉરાબહેનને પાંદડાં પર ભરતગૂંથણ કરવાનું ગમે છે. તેઓ ખાસ એવાં સૂકાં પાંદડાં પસંદ કરે છે જેના પર ભરતકામ કર્યા પછી પણ એ લાંબું ટકે. એ પાંદડાંઓ પર થ્રી-ડી ઇફેક્ટ અનુભવાય એવા પંખીઓના શેપમાં ભરતકામ થાય છે. દરેક પંખી જાણે જીવતું-જાગતું હોય એવી ફીલ આપે છે. રંગબેરંગી પંખીઓ જાણે ઊડવાની તૈયારીમાં હોય એ રીતે એના પર બેઠાં હોય એવા થ્રી-ડાઇમેન્શન આર્ટવર્કને કારણે લૉરાનું કામ વિશ્વભરમાં ફેમસ થઈ ગયું છે. રંગોની વિવિધતા માટે ચોક્કસ રંગના ધાગાનો ઉપયોગ અને ટાંકાની ચોકસાઈ વચ્ચે એટલું સંતુલન છે કે એની સામે કુદરત જીવંત થઈ ઊઠે છે.