28 July, 2025 07:03 AM IST | China | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ચીનના શાંઘાઈ શહેરમાં ગઈ કાલથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) કૉન્ફરન્સની શરૂઆત થઈ છે, જેમાં આમ તો AI ક્ષેત્રે ચીન અને અમેરિકાની પ્રતિસ્પર્ધાની ચર્ચા કેન્દ્રસ્થાને છે. જોકે આ કૉન્ફરન્સ દરમ્યાન યોજાયેલા બે હ્યુમનૉઇડ રોબો વચ્ચેના બૉક્સિંગના ખેલને લોકોએ મનભરીને માણ્યો હતો. બન્ને રોબો પણ માણસની જેમ દાંત કચકચાવીને ઝનૂનભેર બાખડી પડ્યા હતા.