15 February, 2026 01:56 PM IST | Zimbave | Gujarati Mid-day Correspondent
બુકે
વૅલેન્ટાઇન્સ ડેમાં ગમેએટલો મોંઘો ફૂલોનો બુકે આપ્યો હોય, પરંતુ એની કિંમત થોડી જ વારમાં હતી ન હતી થઈ જાય છે. જોકે ઝિમ્બાબ્વેના હરારે શહેરમાં એક ફ્લોરિસ્ટ છે તેણે મની બુકે તૈયાર કરવાનું શરૂ કર્યું છે. તે ઝિમ્બાબ્વેની કરન્સી નોટોને એકબીજા સાથે બાંધી કે ચિપકાવીને એનો બુકે તૈયાર કરી આપે છે. એમાં વચ્ચે થોડાંક ફૂલો પણ હોય છે. આ બુકે વૅલેન્ટાઇન્સ દરમ્યાન ખૂબ જ ફેમસ થઈ ગયો છે. રોકડા રૂપિયાનો બુકે મળે તો કોને ન ગમે?