સ્પાઇડરમૅન બનવા માટે બાળકે ખુદને સૌથી ઝેરી ગણાતો બ્લૅક વિડો કરોળિયો કરડાવ્યો

16 May, 2026 12:39 PM IST  |  Bolivia | Gujarati Mid-day Correspondent

બાળકે લાલ નિશાન ધરાવતો ખાસ કરોળિયો શોધ્યો હતો અને તેને હતું કે એના કરડવાથી તે સુપરહીરો બની જશે

કરોળિયો કરડવાથી બાળકની તબિયત બગડી ગઈ

બોલિવિયામાં રહેતા ૮ વર્ષના એક બાળકે સ્પાઇડરમૅન જેવો સુપરપાવર મેળવવા માટે જાતને જોખમમાં મૂકી દીધી હતી. બાળકે બ્લૅક વિડો જાતિનો કરોળિયો લાવીને શરીર પર મૂકી દીધો હતો. કરોળિયાના કરડવાથી શરીર પર લાલ ચકામાં ઊપસી આવ્યાં હતાં. બાળકે લાલ નિશાન ધરાવતો ખાસ કરોળિયો શોધ્યો હતો અને તેને હતું કે એના કરડવાથી તે સુપરહીરો બની જશે. અસલ જિંદગીમાં એવું થયું નહીં. કરોળિયો કરડવાથી બાળકની તબિયત બગડી ગઈ. બ્લૅક વિડો કરોળિયો દુનિયાનો સૌથી ઝેરી પ્રજાતિ ગણાય છે. એના કરડવાથી શરીરમાં ભારે પીડા, માંસપેશીઓમાં તનાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ડૉક્ટરોએ તેને ઍન્ટિ-વેનમ ઇન્જેક્શન આપીને બચાવી લીધો હતો. ચિંતાની વાત એ છે કે બાળકે રમત-રમતમાં આવું નહોતું કર્યું. તે સિરિયસ્લી માની બેઠો હતો કે સુપરહીરો બનવા માટે આવો કરોળિયો કરડે એ જરૂરી છે. 

bolivia united states of america offbeat news international news world news news