બિહારના ગામમાં એકેય મુસ્લિમ ન હોવા છતાં રોજ અજાન અને પાંચ નમાજ પઢાય છે

09 September, 2019 11:35 AM IST  |  બિહાર

બિહારના ગામમાં એકેય મુસ્લિમ ન હોવા છતાં રોજ અજાન અને પાંચ નમાજ પઢાય છે

બિહારના માઢી ગામની મસ્જિદ

રામ મંદિર અને બાબરી મસ્જિદના મામલે હિન્દુ-મુસ્લિમો વચ્ચે કોમી તણાવ દેશના ઘણા ભાગોમાં હશે, પરંતુ બિહારના નાલંદા જિલ્લાનું માઢી ગામ હિન્દુ-‌મુસ્લિમ એકતાની અનોખી મિસાલ ધરાવે છે. અલબત્ત, આ ગામમાં એકેય મુસ્લિમ પરિવાર રહેતો નથી, પરંતુ અહીં આવેલી મસ્જિદમાં નિયમાનુસાર પાંચ વખતની નમાજ અને અજાન થાય છે. આ બધું જ હિન્દુ સમુદાયના લોકો કરે છે. માડી ગામમાં માત્ર હિન્દુઓ જ રહે છે, પરંતુ અહીં વર્ષો જૂની મસ્જિદ છે જેની હિન્દુઓએ ઉપેક્ષા નથી કરી. અહીં પાંચ વાર નમાજ અદા કરવાની વ્યવસ્થા થાય છે અને મસ્જિદને રંગરોગાન કરીને જાળવવાનું કામ પણ હિન્દુઓ જ કરે છે. વર્ષો પહેલાં અહીં થોડાક મુસ્લિમ પરિવારો હતા, પરંતુ એ બધા જ ધીમે-ધીમે સ્થળાંતર કરીને બીજે જતા રહ્યા. હવે માત્ર મસ્જિદ રહ્યું છે. હિન્દુઓને અજાન તો આવડતી નથી, પણ પેન ડ્રાઇવમાં અજાન લઈ લીધી હોવાથી એની મદદથી અજાન થાય છે. ગામલોકોનું કહેવું છે કે આ મસ્જિદ તેમની આસ્થા સાથે જોડાયેલું હોવાથી દરેક શુભ કાર્ય પહેલાં હિન્દુ પરિવારો પણ આ મસ્જિદમાં જઈને દર્શન કરી આવે છે. આ મસ્જિદ કેટલું જૂનું છે એનો પ્રમાણભૂત પુરાવો નથી, પરંતુ ૨૦૦થી ૨૫૦ વર્ષ જૂનું હોય એવું લાગે છે. એની સામે એક મજાર પણ છે જેની પર લોકો ચાદર ઓઢાડે છે. ગામના જાનકી પંડિતનું કહેવું છે કે અહીં મસ્જિદના નિયમ મુજ રોજ સવાર-સાંજ સફાઈ થાય છે. કોઈકનાયે ઘરે કંઈક અશુભ થાય તો તરત જ લોકો મજાર પર આવીને દુઆ માગે છે.

આ પણ વાંચોઃ પત્ની બે સીટ પર લંબાવીને સૂઈ ગઈ ને પતિ છ કલાક ઊભો રહ્યો

bihar offbeat news hatke news national news