07 May, 2025 11:46 AM IST | Patna | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિહારના નાલંદા જિલ્લામાં બે પરિવારોમાં લગ્નોની છેલ્લી ઘડીઓની તૈયારીઓ ચાલી રહી હતી એ જ વખતે દુલ્હન તેના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. દુલ્હન પોતાના જ ભાણેજ સાથે ફરાર થઈ ગઈ હોવાના ખબર મળતાં ગામમાં કોહરામ મચી ગયો. નાલંદા પાસેના એક ગામમાં ૧૯ વર્ષની એક છોકરીને તેના કાકાની દીકરી બહેનના દીકરા એવા ભાણેજ સાથે પ્રેમ થઈ ગયો હતો. બે જણ વચ્ચે પાંગરી રહેલા આ સંબંધની ઘરવાળાઓને ખબર પડી જતાં પરિવારજનોએ જલદી-જલદી યુવતીનાં લગ્ન નક્કી કરી લીધાં હતાં. ૧૧ મેએ તેમનાં લગ્ન હતાં. ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી અને મહેમાનો પણ આવી ચૂક્યા હતા. લગ્નની રસમોની શરૂઆત થવામાં હતી એ જ વખતે છોકરી તેના ભાણેજ સાથે ભાગી ગઈ હતી. આ વાત જાહેર થઈ જાય તો ગામમાં વગોવણી થઈ જાય એ માટે થઈને પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી નહોતી.