બિહારમાં વડીલ કપડાંમાં ૫૪ બૉટલ સંતાડીને કરે છે દારૂની હેરાફેરી

13 June, 2026 02:29 PM IST  |  Tirhut | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં સીતામઢી જિલ્લામાં એક બુઝુર્ગ કાકા પોતાના શરીર પર જે કપડાં પહેર્યાં છે એની અંદર જ અગણિત પૉકેટ્સ બનાવીને એમાં દારૂની ડઝનબંધ બૉટલોનું સ્મગલિંગ કરતા ઝડપાયા હતા

પોલીસ પણ આ બુટલેગરને જોઈને દંગ રહી ગઈ છે

ગુજરાતની જેમ બિહારમાં પણ દારૂબંધી છે. જોકે જ્યાં પાબંદી મુકાય ત્યાં જ એની સૌથી વધુ હેરાફેરી થવા લાગે છે. દારૂબંધીના કાયદા પછી કાયદાની નજરમાંથી છટકીને ચોરીછૂપીથી માલ રાજ્યમાં ઘુસાડવાના તેમ જ આંતરિક હેરફેર કરવા માટેના જુગાડો ઊભા થઈ ગયા છે.

તાજેતરમાં સીતામઢી જિલ્લામાં એક બુઝુર્ગ કાકા પોતાના શરીર પર જે કપડાં પહેર્યાં છે એની અંદર જ અગણિત પૉકેટ્સ બનાવીને એમાં દારૂની ડઝનબંધ બૉટલોનું સ્મગલિંગ કરતા ઝડપાયા હતા. પોલીસ પણ આ બુટલેગરને જોઈને દંગ રહી ગઈ છે. વડીલે દારૂની હેરફેર માટે શરીર પર કપડાંની અંદર બૉટલ્સ બાંધી દીધી હતી જેથી પહેલી નજરે કોઈને ખબર જ ન પડે. જોકે બૉડી પર ડઝનબંધ દારૂની બૉટલો હોવાથી તેમની ચાલઢાલ બદલાઈ જતાં તેઓ પોલીસની નજરમાં ચડી ગયા હતા. પોલીસે તેમને પકડીને બૉટલો કાઢી તો એક પછી એક ૫૪ બૉટલ નીકળી હતી. 

bihar viral videos offbeat news national news news