ભોપાલનું અનોખું કચરા કૅફે: કચરો આપો, ભોજન કરીને જાઓ

16 August, 2025 02:56 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

કચરા કૅફે નામનું આ સ્વચ્છતા સમાધાન કેન્દ્રનું સંચાલન મહિલાઓ કરે છે

કચરા કૅફે

ભોપાલમાં એક કૅફે આવેલું છે જ્યાં દર મહિને ૫૦૦ ટન પ્લાસ્ટિકનો કચરો એકઠો થાય છે. ૨૦૦ ટન લોખંડ, સીસું, અન્ય ધાતુ અને કાગળની રદ્દીનો કચરો પણ અહીં ભેગો થાય છે. શહેર સ્વચ્છ રહે એ માટે જૈવિક અને અજૈવિક કચરો જુદો રહે, રીસાઇકલ થઈ શકે એવો કચરો જુદો થાય તો એને રીસાઇકલ કરવાનું સરળ બની શકે. આ માટે ભોપાલ નગરપાલિકાએ સ્વચ્છતા સમાધાન કેન્દ્ર શરૂ કર્યું છે. અહીં જો તમે કચરો છૂટો પાડીને જમા કરાવો તો એ ભંગારની કિંમત માર્કેટરેટ કરતાં થોડીક વધુ ચૂકવવામાં આવે છે. એટલું જ નહીં, એના બદલામાં એટલી રકમનું ભોજન કે નાસ્તો મળી શકે છે. ભોપાલમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ આવાં કેન્દ્રો ચાલે છે. અહીં તમને પ્લાસ્ટિક, કાગળ, ઇલેક્ટ્રૉનિક કચરાના બદલામાં ખાવાની ચીજો અથવા તો કરિયાણું મળી શકે છે. ધારો કે કોઈ રોકડા પૈસા લેવા માગે તો એ બજારભાવ કરતાં વધુ મળી શકે છે. કચરા કૅફે નામનું આ સ્વચ્છતા સમાધાન કેન્દ્રનું સંચાલન મહિલાઓ કરે છે. અહીં આવનારા જરૂરિયાતમંદ નિરા‌િશ્રતો કચરાના ઢગલામાંથી કચરો અલગ કરી આપે છે તેમને પણ ખાવાનું મળી શકે છે. કચરા કૅફેના માધ્યમથી તમામ કચરો અલગ-અલગ એકઠો થતો હોવાથી એનું રીસાઇક્લિંગ સહેલું થઈ જાય છે.

કૅફેમાં શું મળે છે?

લંચ કે ડિનર માટેની થાળી અને નાસ્તા મળી રહે છે. આ ઉપરાંત બેસિક કરિયાણાની ચીજો જેમ કે દાળ-ચોખા, અનાજ, મીઠું, તેલ, અથાણું, પાપડ, નમકીન, કપડાં જેવી ચીજો મળે છે. 

bhopal offbeat news national news news