ભારતમાં એક એવું ગામડું, જ્યાં થાય છે ચામાચીડિયાની પૂજા, માનાય છે શુભ

22 September, 2020 07:11 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ભારતમાં એક એવું ગામડું, જ્યાં થાય છે ચામાચીડિયાની પૂજા, માનાય છે શુભ

ચામાચીડિયું (ફાઇલ ફોટો)

વિશ્વભરમાં ચામાચીડિયા (Bat)ની તુલના નિશાચર એટલે કે વેમ્પાયર સાથે કરવામાં આવે છે તેમને અશુભ માનવામાં આવે છે. અમુક સમય પહેલા કેરળ (Kerala)માં ચામાચીડિયા થકી નિપાહ (Nipah) વાયરસ ફેલાયો હતો, જેના કારણે ઘણાં લોકોના જીવ ગયા. વૈશ્વિક મહામારી કોરોના (Coronavirus) વાયરસના ફેલાવાનું કારણ પણ ચામાચીડિયા જ માનવામાં આવી રહ્યું છે. પણ તમને આ જાણીને અચરજ થશે કે આપણાં જ દેશમાં અમુક એવા પણ ગામડાં છે જ્યારે લોકો ચામાચીડિયાની પૂજા કરે છે.

ચામાચીડિયાનું નામ સાંભળતા જ મનમાં અનેક પ્રકારના અશુભ વિચારો આવવા લાગે છે. પણ બિહારના વૈશાલી જિલ્લામાં એક એવું મંદિર છે, જ્યાં ચામાચીડિયાને ગ્રામ દેવતા તરીકે પૂજવામાં આવે છે. અહીંના લોકોનું માનવું છે કે ચામાચીડિયું સંપન્નતાનું પ્રતીક છે અને આ જ્યાં વસે છે, ત્યાં ક્યારેય ધનની અછત નથી થતી.

બિહારના વૈશાલી જિલ્લાના સરસઇ ગામમાં હજારોની સંખ્યામાં ચામાચીડિયાનો ફેલાવો છે. ચામાચીડિયાને કારમે આ ગામ ખૂબ જ જાણીતું થઈ ગયું છે. અહીંના લોકો માને છે કે ચામાચીડિયા તેમના ગામડાની રક્ષા કરે છે. એટલું જ નહીં ચામાચીડિયાને જોવા માટે આ ગામમાં મોટી સંખ્યામાં પર્યટકો પણ આવે છે. સરસઇ ગામના લોકોનું માનવું છે કે ચામાચીડિયા જ્યારથી આવ્યા છે, આ ગામમાં હંમેશાં આનંદ રહ્યો છે. ગામડાના લોકો કોઇપણ શુભ કાર્ય કરતાં પહેલા ચામાચીડિયાની પૂજા કરે છે.

ગામડાની ચોકીદારી કરે છે ચામાચીડિયું
સરસઇ ગામડાના લોકોનું કહેવું છે કે આ ચામાચીડિયાને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે, પણ આ ચામાચીડિયું કંઇ નથી બોલતા. પણ જો રાતે ગામ બહારની કોઇ વ્યક્તિ આવે તો, આ ચામાચીડિયું ઘોંઘાટ કરી મૂકે છે. જ્યારે ગ્રામવાસીના આવવા પર કંઇ નથી કરતાં.

સરસઇ ગામમાં જે તળાવ કિનારે પીપળાં અને અન્ય વૃક્ષો છે ત્યાં આ ચામાચીડિયા રહે છે અને તે તળાવનું નિર્માણ 1402માં રાજા શિવ સિંહે કરાવ્યું હતું. અહીં એક શિવલય પણ છે. તળાવ અને વૃક્ષો, હરિયાળીથી ભરાયેલો આ વિસ્તાર 50 એકરમાં ફેલાયેલો છે. ગામવાળા ફક્ત ચામાચીડિયાની જ નહીં પૂજા કરે છે, પણ તેમની સુરક્ષાનું પણ ધ્યાન રાખે છે.

offbeat news coronavirus national news covid19