આ લગ્નની કંકો​તરી છે કે રિસર્ચ પેપર?

28 November, 2023 11:37 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

આ લવ બર્ડ્સે તેમના ઇન્વિટેશન કાર્ડને ફુલ-ફ્લેજ્ડ ‘​રિસર્ચ પેપર’ બનાવવાનું નક્કી કર્યું છે, જેમાં વિવિધ સેક્શન જેવાં કે ઇન્ટ્રોડક્શન, મેથડ્સ, રિઝલ્ટ, રેફરન્સ વગેરે થકી તેમનાં લગ્નની તારીખની તમામ જાહેરાત કરવામાં આવી છે.

અનોખી લગ્ન કંકોતરી

હાલ લગ્નની મોસમ છે ત્યારે ઇન્ટરનેટ પર લોકોના ઉત્સાહ વચ્ચે વિવિધ મીમ્સનાં ઘોડાપૂર ઊમટી આવ્યાં છે. આ અદ્ભુત કન્ટેન્ટના દરિયામાં બંગલાદેશી કપલના વેડિંગ-કાર્ડે તો સુનામી લાવી દીધી છે. આ કોઈ સામાન્ય કાર્ડ નહીં, પણ અત્યાર સુધીનો માસ્ટરપીસ ગણાઈ રહ્યો છે. આ લવ બર્ડ્સે તેમના ઇન્વિટેશન કાર્ડને ફુલ-ફ્લેજ્ડ ‘​રિસર્ચ પેપર’ બનાવવાનું નક્કી કર્યું છે, જેમાં વિવિધ સેક્શન જેવાં કે ઇન્ટ્રોડક્શન, મેથડ્સ, રિઝલ્ટ, રેફરન્સ વગેરે થકી તેમનાં લગ્નની તારીખની તમામ જાહેરાત કરવામાં આવી છે. ઇન્ટરનેટ પર વાઇરલ આ સ્નૅપશૉટમાં ઢાકાનાં સંજના અને ઇમોનના વેડિંગ ઇન્વિટેશને લોકોમાં ચર્ચા જગાવી છે; જેમાં ઍબસ્ટ્રૅક્ટમાં નિકાહ, ઇન્ટ્રોડક્શનમાં તેઓ કઈ રીતે મળ્યાં, મેથડોલૉજીમાં તેમનાં લગ્નની પ્રક્રિયા અને કન્ક્લુઝનમાં લોકોનો આભાર દર્શાવવામાં આવ્યો છે. આ પ્રેઝન્ટેશને પીએચડી કરનારા લોકોમાં પણ આકર્ષણ જગાડ્યું છે, જેના પર લોકોએ રમૂજી પ્રતિક્રિયા આપી હતી. 
એકે ખૂબ ચતુરાઈપૂર્વક લખ્યું કે બે રિસર્ચર લગ્નબંધનમાં બંધાશે, સમજો છો. અન્ય એકે કહ્યું કે હું પણ ઇચ્છું છું કે આવું જ કંઈક કરું.

social media wednesday whispers viral videos international news bangladesh dhaka offbeat news