૪૭ વર્ષની મમ્મી ગર્ભવતી બનતાં ૨૩ વર્ષની દીકરી થઈ ખુશ

14 March, 2023 11:15 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આર્યા નામની ૨૩ વર્ષની યુવતીને જ્યારે તેના પપ્પાએ તેની ૪૭ વર્ષની મમ્મી ફરી ગર્ભવતી હોવાના સમાચાર આપ્યા ત્યારે તેની જિંદગી જ જાણે બદલાઈ ગઈ હતી

આર્યા ગર્ભવતી માતા સાથે

ફિલ્મ ‘બધાઈ હો’ જેણે જોઈ છે તેને એના પ્લૉટમાં કાંઈક અજબ કે અવનવું લાગ્યું હોઈ શકે છે, પણ એ માત્ર આજની પેઢીને, કેમ કે અગાઉના જમાનામાં મા-દીકરી કે સાસુ-વહુ એકસાથે ગર્ભવતી બની હોવાના કિસ્સા સામાન્ય હતા.

આર્યા નામની ૨૩ વર્ષની યુવતીને જ્યારે તેના પપ્પાએ તેની ૪૭ વર્ષની મમ્મી ફરી ગર્ભવતી હોવાના સમાચાર આપ્યા ત્યારે તેની જિંદગી જ જાણે બદલાઈ ગઈ હતી. શરૂઆતમાં તો તેને પણ આ સમાચારથી આંચકો લાગ્યો હતો, પરંતુ પછીથી હંમેશાં પોતાને નાનો ભાઈ કે બહેન હોય એવા ખયાલોમાં રાચતી આર્યા સાચે જ તેને ભાઈ કે બહેન મળશે એ જાણવા મળતાં ખુશખુશાલ થઈ ગઈ હતી.

વાસ્તવમાં કોઈ શારીરિક તકલીફને કારણે આર્યાના જન્મ પછી તેમના ગર્ભાશયમાં થયેલી સમસ્યાને કારણે ડૉક્ટરોએ આર્યાની મમ્મી ફરી ગર્ભવતી થવાની શક્યતા ન હોવાનું કહ્યું હતું. ધાર્મિક સ્થળે યાત્રા કરવા ગયેલી આર્યાની મમ્મી મંદિરના પ્રાંગણમાં જ બેહોશ થઈ ગયા પછી ડૉક્ટરોએ ચેક કરીને તે ૭ મહિનાની ગર્ભવતી હોવાનું જાહેર કર્યું હતું. કોઈ અકળ સંજોગોને કારણે તેમના પેટનો ઉભાર દેખાતો નહોતો.

આ અસામાન્ય અને અભૂતપૂર્વ સંજોગોને પગલે પહેલાં તો આર્યાનાં માતા-પિતા આ સમાચાર જાહેર કરતાં અચકાતાં હતાં. હવે ગયા અઠવાડિયે જ આર્યાની મમ્મીએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે અને આર્યા તેના મોઢે ‘દીદી’ સાંભળવા ઉત્સુક છે.

offbeat news national news karnataka bengaluru