18 January, 2024 10:12 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
રામ મંદિર ની લેટેસ્ટ તસવીર
અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વીસમીથી બાવીસમી જાન્યુઆરી દરમ્યાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં સુંદરકાંડના પાઠ, રામધૂન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે ‘૨૨ જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને આમ આદમી પાર્ટીનું ગુજરાત પ્રદેશ સંગઠન ત્રણ દિવસ દરમ્યાન કાર્યક્રમ કરશે. ૨૦ જાન્યુઆરીએ ગુજરાતના તમામ જિલ્લાઓનાં મથકો અને મહાનગરપાલિકાઓમાં સુંદરકાંડનું આયોજન અને ૨૧મીએ રામધૂનનું આયોજન કર્યું છે.’