આખું વર્ષ ચાલે એટલાં શાકભાજી કાપીને ફ્રીઝરમાં ભરી દીધાં

12 April, 2019 08:49 AM IST  |  ઓસ્ટ્રેલિયા

આખું વર્ષ ચાલે એટલાં શાકભાજી કાપીને ફ્રીઝરમાં ભરી દીધાં

ફ્રીઝને બનાવી દીધું ગોડાઉન

લીલાં શાકભાજી રોજના ભોજનમાં હોવાં જ જોઈએ એવું આપણે જાણીએ છીએ, પણ ઘણી વાર શાકભાજી લાવીને સાફ કરીને કાપવાનો સમય નથી હોતો. આ સમસ્યાનો જબરો જુગાડ ઑસ્ટ્રેલિયાની એક મમ્મીએ કાઢ્યો છે. આ બહેને પોતાના ફેસબુક-અકાઉન્ટ પર એ જુગાડની તસવીરો પણ પોસ્ટ કરી છે. બહેને પૈસા અને સમય બન્ને બચે એવો વચલો રસ્તો અપનાવ્યો હતો. બહેન હોલસેલ માર્કેટમાં ગયાં અને ત્યાંથી જથ્થાબંધ ભાવે ઘણુંબધાં શાકભાજી ઉપાડી લાવ્યાં. ૨૦ કિલો બટાટા, ૧૫ કિલો ગાજર, ૧૫ કિલો શક્કરિયાં, ૧૦ કિલો ટમેટાં, ૧૦ કિલો કાંદા, ૧૫ કિલો ઝુકિની, ૧૦ કિલો કોળું અને બીજાં પરચૂરણ શાક આ બહેન હોલસેલ માર્કેટમાંથી લગભગ અડધી કિંમતે ખરીદી લાવ્યાં. એ પછી સતત ૧૧ કલાકની મહેનત કરીને આ બધાં જ શાકભાજી કાપ્યાં અને ઍરટાઇટ ઝિપ-લૉક બૅગમાં ભરીને તેમણે ફ્રીઝરમાં ભરી દીધાં. ફેસબુક પર એ પછી બહેન લખે છે કે હવે મારે રોજ રાતે સૂતાં પહેલાં શાકભાજી કાપવાની ડ્યુટી નહીં કરવી પડે અને રોજ ભોજનમાં ગ્રીન વેજિટેબલ્સ પણ ખવાશે.

આ પણ વાંચોઃ આ પીત્ઝામાં વપરાઈ છે ૧૫૪ પ્રકારની ચીઝ

 

offbeat news hatke news