૪૦ ફુટની બોટમાં રહેતું આ કપલ આખી દુનિયા ફરવા માગે છે

27 December, 2023 10:51 AM IST  |  United Kingdom | Gujarati Mid-day Correspondent

તેઓ કહે છે કે ઘર ખરીદવા કરતાં બોટમાં રહેવું સસ્તું છે અને અમે બોટમાં રહેતાં-રહેતાં આખું વિશ્વ ફરી શકીએ છીએ.

૨૭ વર્ષના આ કપલે શહેરી જીવન છોડી દીધું છે અને બે રૂમ ધરાવતી ૪૦ ફુટની બોટમાં રહે છે

યુકેનું એક કપલ ઘરમાં રહેવાને બદલે ૪૦ ફુટની બોટ પર જીવન પસાર કરી રહ્યું છે. તેઓ કહે છે કે ઘર ખરીદવા કરતાં બોટમાં રહેવું સસ્તું છે અને અમે બોટમાં રહેતાં-રહેતાં આખું વિશ્વ ફરી શકીએ છીએ. ૨૭ વર્ષના આ કપલે શહેરી જીવન છોડી દીધું છે અને બે રૂમ ધરાવતી ૪૦ ફુટની બોટમાં રહે છે. આ બોટમાં રૂમ સહિત એક રસોડું છે અને બેસવા માટેનો મોટો લાઉન્જ એરિયા પણ છે. આ કપલે ગયા વર્ષે માર્ચમાં બોટ ખરીદવાનું નક્કી કર્યું હતું. તેમણે કહ્યું કે અમે દુનિયા ફરવા માગીએ છીએ. અમે કોઈ એક જગ્યાએ રહેવા કરતાં આઝાદી સાથે ફરવા માગીએ છીએ. આ બોટ ખરીદવા વિશે તેમણે કહ્યું કે અમે યુનિવર્સિટી દરમ્યાન ઘણા કલાક કામ કર્યું, નાઇટ શિફ્ટ્સ પણ કરી અને પૈસા પણ બચાવ્યા હતા. ખોટો ખર્ચ કર્યા વિના અમે બોટ ખરીદવાનું નક્કી કર્યું.

offbeat videos offbeat news social media viral videos