આ પિતા-પુત્રી નથી, પતિ-પત્ની છે

23 September, 2025 10:58 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બન્નેનું કહેવું છે કે એક વર્ષમાં અમારો સંબંધ ઊંડો બન્યો છે અને અમારી કન્ટેન્ટ પણ.

૬ ફુટના ઑસ્ટિનની પત્નીની હાઇટ માત્ર ચાર ફુટ છે.

અમેરિકામાં ઑસ્ટિન નામના ભાઈ જ્યારે તેમની પત્ની સાથે બહાર નીકળે છે ત્યારે લોકોને લાગે છે કે તેઓ દીકરી સાથે નીકળ્યા છે. જો ક્યાંક જાહેરમાં પ્રેમભાવ અને ફિઝિકલ નજદીકિયાં દેખાડે તો તરત આસપાસના લોકોનાં ભવાં ઊંચાં થઈ જાય છે. તેમને લાગે છે કે ઑસ્ટિને કોઈ બાળકી સાથે લગ્ન કર્યાં છે. એનું કારણ એ છે કે ૬ ફુટના ઑસ્ટિનની પત્નીની હાઇટ માત્ર ચાર ફુટ છે. એક વર્ષ પહેલાં જ તેમણે લગ્ન કર્યાં છે. પહેલાં તો તેમને પોતાની હાઇટના ડિફરન્સને કારણે એકબીજા સાથે ગમ્મત કરવાનું ગમતું હતું, પણ ધીમે-ધીમે સમજાયું કે બન્ને એકમેક માટે જ બન્યાં છે. ચાર ફુટની ટિફની પણ પુખ્ત છે, પરંતુ તેની હાઇટ વધી નથી. ડ્વાર્ફિઝમ નામની તકલીફને કારણે તે પ્યુબર્ટી સુધીમાં આટલી જ વધી હતી. મા‌ત્ર કદ-કાઠી નાનાં છે બાકી તન-મન અને બુદ્ધિથી એ પુખ્ત વ્યક્તિ જેવી છે. શરૂઆતમાં ટિફની અને ઑસ્ટિનને શંકા હતી કે તેમનો સંબંધ ટકશે કે નહીં, પરંતુ બન્નેની હાઇટને કારણે જે ડિફરન્સ છે એને કપલે ખૂબ મસ્તીથી સ્વીકારી લીધો છે. એ જ ડિફરન્સને કારણે સર્જાતી નાની-નાની હાસ્યની પળો પર તેઓ રીલ્સ બનાવે છે. આ રીલ્સ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ છે. તેમના ઘરમાં કેવી વ્યવસ્થા છે જેથી બન્નેને ફાવે. કિચનમાં પ્લૅટફૉર્મ ખૂબ નીચું રાખવામાં આવ્યું છે અને દરેક રૂમમાં એક સ્ટૂલ કે ખુરસી રાખવામાં આવે છે જેના પર ચડીને ટિફની ઉપરના કબાટમાં મૂકેલી ચીજો લઈ શકે છે. તેમની એક રીલ તો બહુ વાઇરલ થઈ છે જેમાં તેમણે સવાલ કર્યો છે કે જો બેમાંથી કોઈ એક ચક્કર ખાઈને બેભાન થઈ જાય કે પૅરૅલાઇઝ્‍ડ થઈ જાય તો એકબીજાને કઈ રીતે ઉપાડશે? જમીન પર પડેલી ટિફનીને ઑસ્ટિન એક હાથે પકડીને ઊંચકીને સોફા પર મૂકે છે જ્યારે ઑસ્ટિનનો પગ પણ ટિફનીથી હલતો નથી. આવા રમૂજી વિડિયોઝ તેમના ઇન્સ્ટા પર અઢળક છે. બન્નેનું કહેવું છે કે એક વર્ષમાં અમારો સંબંધ ઊંડો બન્યો છે અને અમારી કન્ટેન્ટ પણ.

offbeat news international news world news united states of america social media