6 વર્ષ જૂના બર્ગર 4400 રૂપિયામાં થઇ હરાજી, જોઇને તમે પણ રહી જશો દંગ

05 June, 2019 04:46 PM IST  |  વૉશિંગ્ટન

6 વર્ષ જૂના બર્ગર 4400 રૂપિયામાં થઇ હરાજી, જોઇને તમે પણ રહી જશો દંગ

બર્ગર

જ્યાં બર્ગરનું નામ સાંભળતાં જ મુંબઇના લોકોને વડાપાવ યાદ આવી જતાં હોય છે તે વિદેશના લોકોનું રોજનું ખાવાનું કહી શકાય તેવો ખોરાક છે. એવામાં આ બર્ગર આટલું મોંઘુ પણ હોઇ શકે તે પણ એક વિચારવા યોગ્ય બાબત છે. આ તો પાછું અંદાજે 6 વર્ષ જૂનું બર્ગર, જ્યાં તાજું ખોરાક ખાવાની વાતો થતી હોય ત્યાં આટલું જૂનું બર્ગર કોઇ શું કામ ખરીદતું હશે એ પણ એક પ્રશ્ન છે. છતાં આ બર્ગરની 4400 રૂપિયામાં હરાજી થઇ છે અને તે પણ અમેરિકામાં.

કેટલાક લોકોને જૂની વસ્તુઓ સાચવવાનો શોખ હોય છે, કારણકે તેમને જૂની વસ્તુઓથી ખૂબ જ લગાવ હોય છે. એવામાં જૂની અને ન મળતી વસ્તુઓને હરાજીમાં ખરીદે છે અથવા વેંચે છે. પણ એક વ્યક્તિએ એવી વસ્તુની હરાજી કરી છે જેને સાંભળીને તમે ચોંકી જશો.

ડેવની દીકરીએ 2012માં બર્ગર ખરીદ્યું હતું
અમેરિકામાં ઓંટારિયોમાં રહેતાં ડેવ એલેક્ઝાંડર નામના વ્યક્તિએ લગભગ છ વર્ષ જૂના ચીઝ બર્ગરની 62.66 ડૉલર એટલે કે 4400 રૂપિયામાં હરાજી કરી છે. ડેવની દીકરીએ 2012માં બર્ગર અને ફ્રેંચ ફ્રાઇઝ ખરીદવા કહ્યું હતું. ત્યાર બાદ તેને ખરીદીને તેણે શેલ્ફમાં મૂકી દીધું. ડેવએ બર્ગરની હરાજીની ન્યૂનતમ રાશિ 30 ડૉલર રાખી હતી.

આ પણ વાંચો : મીઠાની ખાણમાં ૪૦૦ મીટર ઊંડે ભૂગર્ભમાં બન્યું છે સ્પા

બર્ગર ક્યાથી આવ્યું અને ક્યા સૌથી વધુ ખવાય છે
ભારતમાં મોટી સંખ્યામાં લોકો બર્ગરને ખાવાનું પસંદ કરે છે. ત્યારે આ બર્ગરનો જન્મ ખરેખર હમબર્ગરમાંથી થયો છે. હમબર્ગરએ આજના સમયે અમેરીકામાં લોકપ્રિય ફાસ્ટ ફુડ ગણવામાં આવે છે. પણ હમબર્ગર ફુડની શરૂઆત જર્મનીમાં 19મી સદીમાં થઇ હતી. ત્યાર બાદ જર્મનીમાંથી આ ફુડ અન્ય દેશમાં પણ લોકપ્રિય થવા લાગ્યું અને અમેરીકામાં ફુડ વધુ ખવાતું થયું. સમય જતાં તેને બર્ગરનું નામ આપવામાં આવ્યું.

offbeat news washington united states of america