અન્ય ગ્રહો પર કોઈ છે? ક્યાંથી આવે છે ભેદી રેડિયો સિગ્નલ

29 April, 2023 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૃથ્વી સિવાયના ગ્રહો પર પણ જીવન છે અને એ ઘણા દૂર છે. કેટલીક વખત પૃથ્વી પર આવે છે.

પ્રતીકાત્મક તસવીર

પૃથ્વી સિવાયના ગ્રહો પર પણ જીવન છે અને એ ઘણા દૂર છે. કેટલીક વખત પૃથ્વી પર આવે છે. એલિયન એટલે કે પરગ્રહવાસીઓની આ વાત ઘણાં વર્ષોથી થાય છે. કૅનેડાના વૈજ્ઞાનિકોએ ૨૦૧૯ થી ૨૦૨૧ દરમ્યાન પૃથ્વી પર આવેલાં સિગ્નલ શોધી કાઢ્યાં હતાં, જેને ફાસ્ટ રેડિયો બર્સ્ટ્સ (એફઆરબી) તરીકે ઓળખવામાં આવે છે. કૅનેડિયન હાઇડ્રોજન ઇન્ટેન્સિટી મૅપિંગ એક્સપરિમેન્ટ (સીએચઆઇએમઈ) ટેલિસ્કોપ્સે બે વર્ષના પ્રયોગ દરમ્યાન રેકૉર્ડ ૨૫ જેટલા બ્લાસ્ટ નોંધ્યા છે. વૈજ્ઞાનિકો વિસ્ફોટની ઉત્પ​િત્ત‌ વિશે તપાસ કરી રહ્યા છે, પરંતુ ઘોંઘાટ શાને કારણે થાય છે એ વિશે પૂર્વધારણા છે. વૈજ્ઞાનિક ડૉ. ઝિગ્ગી પ્લયુનિસે કહ્યું કે આ એફઆરબી તારાઓના મૃત્યુના અવશેષ દ્વારા ઉત્પન્ન થાય છે. આ વિસ્ફોટ જે વાતાવરણમાં થાય છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ અને તારાના જીવનના અંતિમ તબક્કાઓને સારી રીતે સમજી શકીએ છીએ. એફઆરબી તારાવિશ્વમાં પ્રકાશ અને ઊર્જાનો ફ્લૅશ છે. આ ઊર્જા વિસ્ફોટ ક્યારેક અન્ય તારાવિશ્વ સુધી પહોંચે છે, જેમાં પૃથ્વી પર અદ્યતન ટેલિસ્કોપ દ્વારા જોવા મળતા પ્રકાશનાં કિરણોનો સમાવેશ છે. ઘણી વખત ચાર અબજ પ્રકાશવર્ષ દૂરથી આવતાં કિરણો પણ દેખાય છે. આ એફઆરબીની આગાહી કેવી રીતે કરી શકાય એની જાણકારી વૈજ્ઞાનિકોને હજી મળી નથી.

offbeat news gujarati mid-day