‘ઍનિમલ’માં રણબીર કપૂર સાથે કામ કરનારી તૃપ્તિ ડીમરીના ફૉલોઅર્સમાં ૩૨૦ ટકાનો વધારો

12 December, 2023 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હજી એક મહિના પહેલાં તૃપ્તિના ફૉલોઅર્સની સંખ્યા ૬ લાખની આસપાસ હતી, પણ છેલ્લાં ત્રણ વીકમાં ૨૦ લાખ ફૉલોઅર્સનો વધારો થઈને હાલમાં ૨૭ લાખ ફૉલોઅર્સનો આંકડો પાર કરી દીધો છે. 

રણબીર કપૂર , તૃપ્તિ ડિમરી

ચોમેર હાલમાં એક જ ફિલ્મની ચર્ચા છે અને એ છે રણબીર કપૂરની ‘ઍનિમલ.’ કોઈ ભરપૂર વખાણે છે તો કોઈ ભરપૂર ટીકા કરે છે. સોશ્યલ મીડિયામાં રણબીર કપૂરની અત્યારે જબરી ચર્ચા છે. જોકે તેની સાથે કામ કરનારી તૃપ્તિ ડીમરીને પણ આ ફિલ્મના રોલને કારણે જબરો ફાયદો થયો છે. હજી એક મહિના પહેલાં તૃપ્તિના ફૉલોઅર્સની સંખ્યા ૬ લાખની આસપાસ હતી, પણ છેલ્લાં ત્રણ વીકમાં ૨૦ લાખ ફૉલોઅર્સનો વધારો થઈને હાલમાં ૨૭ લાખ ફૉલોઅર્સનો આંકડો પાર કરી દીધો છે. 

social media animal ranbir kapoor offbeat news offbeat videos