મહિન્દ્રએ ગડકરીને દેશમાં ટ્રી ટ્રનલ માટે કરી વિનંતી

29 August, 2022 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધીમાં આ વિડિયોને ૨૦ લાખ કરતાં વધુ વ્યુઝ અને ૩૭,૦૦૦ કરતાં વધુ લાઇક્સ મળી છે. નેટિઝન્સે આ વિડિયો પર કમેન્ટ કરવા સાથે દેશમાં કયા સ્થળે આવી ટ્રનલ્સ છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે.

ટ્રી ટ્રનલ

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્ર સોશ્યલ મીડિયા પર ઘણા ઍક્ટિવ છે. તેમની પોસ્ટ જલદીથી વાઇરલ પણ થઈ જાય છે. શનિવારે આનંદ મહિન્દ્રએ એક સુંદર ટ્રી ટનલનો વિડિયો રીટ્વીટ કર્યો છે. ટ્રી ટનલ ટ્રનલના નામથી પણ ઓળખાય છે. ટ્રનલ એટલે એવો રસ્તો જેની બન્ને  તરફ વૃક્ષો હોવાથી રસ્તો વૃક્ષાચ્છાદિત હોય. આ વિડિયો પોસ્ટ કરી આનંદ મહિન્દ્રએ કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીને દેશમાં તૈયાર કરી રહેલા ગ્રામીણ વિભાગના રસ્તાઓને પણ આ પ્રકારે વૃક્ષાચ્છાદિત બનાવવા અપીલ કરી હતી.  

તેમણે આવી જ એક ટ્રનલનો વિડિયો ટ‍્વિટર પર શૅર કરતાં લખ્યું હતું કે ‘મને ટનલ પસંદ છે પરંતુ આવી ટ્રનલ્સમાંથી પસાર થવું મને વધુ ગમશે. તો નીતિન ગડકરીજી, શું આપણે તમારા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ગ્રામીણ રોડ પર આવી ટ્રનલ્સ તૈયાર કરી શકીએ ખરા?’

અત્યાર સુધીમાં આ વિડિયોને ૨૦ લાખ કરતાં વધુ વ્યુઝ અને ૩૭,૦૦૦ કરતાં વધુ લાઇક્સ મળી છે. નેટિઝન્સે આ વિડિયો પર કમેન્ટ કરવા સાથે દેશમાં કયા સ્થળે આવી ટ્રનલ્સ છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે. 

ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્યપ્રધાન દિનેશ ત્રિવેદીએ આવી ટ્રીટનલ્સ માટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જો વૃક્ષો મજબૂત ન હોય તો તે તૂટીને અકસ્માત સર્જી શકે છે તેમ જ રોડ પણ બ્લોક કરી શકે છે. જો સલામતી હોય તો તે ચોક્કસપણે ખૂબ જ સુંદર દેખાશે.’

offbeat news viral videos anand mahindra nitin gadkari