અન્ડરવૉટર હોટેલ સ્વીટમાં માણો મજાની નિંદર

14 August, 2023 08:40 AM IST  |  Male | Gujarati Mid-day Correspondent

આનંદ મહિન્દ્રએ ટ‍્વિટર પર એક ક્લિપ શૅર કરી હતી

અન્ડરવૉટર હોટેલ

દરિયાની અંદર જળચર જીવો સાથે એક રાત વિતાવવી એ ઘણા લોકો માટે સપનું હોઈ શકે અને કેટલાક માટે દુઃસ્વપ્ન પણ હોઈ શકે. ઑટોમોબાઇલ ઉદ્યોગના દિગ્ગજ આનંદ મહિન્દ્રએ ટ‍્વિટર પર એક ક્લિપ શૅર કરી હતી, જેમાં દરિયાના પાણી અને દરિયાઈ જીવોની આસપાસના સ્વીટમાં એક રાત વિતાવવાનો વિચાર પણ તેમને ભયજનક લાગ્યો હતો. આનંદ મહિન્દ્રએ કહ્યું હતું કે મૉલદીવ્ઝમાં આવેલી મુરાકા​ વિશ્વની પહેલી અન્ડરવૉટર હોટેલ સ્વીટ છે. મને આ ક્લિપ એવું કહીને મોકલવામાં આવી કે અહીં રોકાતાં સૌથી સારી ઊંઘ મળે છે. મને નથી લાગતું કે અહીં મને સહેજ પણ ઊંઘ આવશે. મને એવો ડર લાગશે કે છતની કાચમાં તિરાડ તો નહીં પડેને.

મુરાકા મૉલદીવ્ઝના રંગલી આઇલૅન્ડ રિસૉર્ટનો એક ભાગ છે અને એ હિલ્ટન વર્લ્ડ વાઇડની માલિકીનો છે. સ્વીટમાં માસ્ટર બેડરૂમ, બે ટ‍્વિન બેડરૂમ, સન ડેક અને અપર ફ્લોર પર ઇન્ફિનિટી પૂલ છે. બેડરૂમમાં ઍક્રિલિકની ગ્લાસ સીલિંગ અને દીવાલ છે, જેને લીધે પ્રવાસીઓ દરિયાઈ જીવોને જોઈ શકે છે. 

maldives anand mahindra offbeat news international news