આ છે મલ્ટિ-રાઇડર પૅસેન્જર વેહિકલ

03 December, 2022 09:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૬ સીટવાળી આ ‘સાઇકલ ઑટોરિક્ષા’ ભારતના એક ગ્રામીણ યુવકે બનાવી છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રએ ટ્‌વિટર પર એક નવી શોધનો વિડિયો અપલોડ કર્યો છે. આ વિડિયો શૅર કરતાં તેમણે તેને ‘વૈશ્વિક ઍપ્લિકેશન’ તરીકે ગણાવતાં કહ્યું કે ભીડવાળાં સ્થળો માટે આ ઇલેક્ટ્રિક મલ્ટિ-રાઇડર પૅસેન્જર વેહિકલ એકદમ યોગ્ય વાહન છે. ૬ સીટવાળી આ ‘સાઇકલ ઑટોરિક્ષા’ ભારતના એક ગ્રામીણ યુવકે બનાવી છે.

ભારતના ગ્રામીણ યુવક દ્વારા તૈયાર કરાયેલા આ મલ્ટિ-રાઇડર પૅસેન્જર વાહનનો  વિડિયો શૅર કરતાં આનંદ મહિન્દ્રએ લખ્યું હતું કે માત્ર નાનાં ડિઝાઇન ઇન્પુટ્સ સાથે આ ઉપકરણ વૈશ્વિક ઍપ્લિકેશન તરીકેનું સ્થાન પામી શકે છે. પ્રવાસ-કેન્દ્રોમાં પ્રવાસ માટે ટૂર બસ તરીકે ઉપયોગમાં આવી શકે છે.  

વિડિયોમાંના યુવકે આ વાહનની કિંમત માત્ર ૧૨,૦૦૦ રૂપિયા ગણાવી છે અને માત્ર ૧૦ રૂપિયાના ખર્ચે એક વખત ચાર્જ કર્યા બાદ ૧૫૦ કિલોમીટર સુધી ચાલતી હોવાનો દાવો કર્યો છે. 

offbeat news national news