આનંદ મહિન્દ્ર ‘હસબન્ડ ડે કૅર સેન્ટર’ના ફન્ડાથી ઇમ્પ્રેસ

29 April, 2023 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધી તમે બાળકો માટે ડે કૅર સેન્ટર વિશે સાંભળ્યું હશે, જ્યાં તમે તમારાં બાળકને થોડા સમય માટે મૂકી શકો છો, જેથી તમે ફ્રી થઈને તમારું જરૂરી કામ પૂરું કરી શકો.

આનંદ મહિન્દ્ર ‘હસબન્ડ ડે કૅર સેન્ટર’ના ફન્ડાથી ઇમ્પ્રેસ

અત્યાર સુધી તમે બાળકો માટે ડે કૅર સેન્ટર વિશે સાંભળ્યું હશે, જ્યાં તમે તમારાં બાળકને થોડા સમય માટે મૂકી શકો છો, જેથી તમે ફ્રી થઈને તમારું જરૂરી કામ પૂરું કરી શકો. હવે હસબન્ડ ડે કૅર સેન્ટર પણ શરૂ થયું છે. સોશ્યલ મીડિયા પર અત્યારે આવા જ એક ડે કૅર સેન્ટરનો ફોટોગ્રાફ વાઇરલ થઈ રહ્યો છે. જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ ટ્વિટર પર આ પોસ્ટ શૅર કરી છે. આ ફોટોગ્રાફ ડેન્માર્કના કોપનહેગનના ગ્રીન ટાવર્સમાં એક કૅફેએ મૂકેલા એક વિચિત્ર સાઇનબોર્ડનો છે, જેમાં વંચાય છે, ‘હસબન્ડ ડે કૅર સેન્ટર.’ આ સાઇનબોર્ડમાં વંચાય છે કે ‘પોતાને માટે સમય જોઈએ છે? રિલૅક્સ થવા માટે સમય જોઈએ છે? શૉપિંગ માટે જવા ઇચ્છો છો? તમારા હસબન્ડને અમારી પાસે છોડી જાઓ.’ આનંદ મહિન્દ્રએ આ ફોટોગ્રાફ સાથે લખ્યું હતું, ‘ઇનોવેશન માત્ર નવી પ્રોડક્ટ ક્રીએટ કરવા પૂરતું સીમિત નથી. એમાં અત્યારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા માટે નવી રીત શોધવી પણ સામેલ થઈ શકે છે.’

offbeat news anand mahindra