02 April, 2023 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક તસવીર
એક ઍરલાઇન્સ પૅસેન્જરે દાવો કર્યો હતો કે તે જ્યારે પોતાના ગંતવ્યસ્થાને પહોંચ્યો ત્યારે તેના પૅક્ડ લગેજમાંની વ્હિસ્કીની બૉટલમાંથી એક તૃતીયાંશ જેટલી ઓછી હતી. ટ્વિટર-યુઝર ક્રિસ્ટોફર ઍમ્બલરે ગ્લેનમોરેન્ગી ‘અ ટેલ ઑફ કેક’ હાઇલૅન્ડ સિંગલ માલ્ટનો ફોટો પોસ્ટ કર્યો છે, જેનું સીલ ખુલ્લું છે. કૅપ્શનમાં તેણે લખ્યું છે કે ચેક્ડ લગેજમાં મૂકેલી મોંઘી સ્કૉચની બૉટલ ગંતવ્યસ્થાનના ઍરપોર્ટ પર જ્યારે પહોંચી ત્યારે એનું સીલ ખુલ્લું હતું અને એમાંથી એક તૃતીયાંશ જેટલી વ્હિસ્કી ગાયબ હતી. ઍરલાઇન્સમાંના બૅગેજ હૅન્ડલર્સ ચોર હોવાની શંકા છે.
ઍમેઝૉન યુકે પર આ બૉટલ ૪૪૯.૯૫ પાઉન્ડ (લગભગ ૪૫,૦૦૦ રૂપિયા)માં મળે છે. બ્રિટનની ઍરલાઇન્સે આ ટ્વીટના જવાબમાં દિલગીરી વ્યક્ત કરતાં બૅગેજ રેઝોલ્યુશન સેન્ટર પર રિપોર્ટ ફાઇલ કરવાની ખાતરી આપતાં મુસાફરી અને સામાનનો ક્લેમ-નંબર મગાવ્યો છે. ટ્વિટર-યુઝર્સે આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. અનેક નેટિઝન્સે જણાવ્યું કે ચોરોનો ટેસ્ટ સારો છે.