પગે જવાબ દઈ દેતાં ભાઈએ ભાંખોડિયાં ભરીને મૅરથૉન પૂરી કરી

18 April, 2019 08:55 AM IST  |  અમેરિકા

પગે જવાબ દઈ દેતાં ભાઈએ ભાંખોડિયાં ભરીને મૅરથૉન પૂરી કરી

અમેરિકાના ઓહાયોમાં રહેતા મિકા હર્નડોન નામના રિટાયર્ડ સૈનિકે તાજેતરમાં બોસ્ટનમાં યોજાયેલી મૅરથૉનમાં ભાગ લીધો હતો. ૨૦૧૦માં તેની સાથે સેનામાં કામ કરતા ત્રણ સાથીઓ શહીદ થઈ ગયા એ પછી તેઓ જબરદસ્ત સદમામાં હતા. પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડરથી પીડાતા મિકાએ આ ત્રણેય શહીદ સાથીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મૅરથૉનમાં દોડવાનું નક્કી કર્યું હતું.

૪૨ કિલોમીટરની દોડમાં તેણે મોટા ભાગનું અંતર કાપી લીધું હતું અને છેલ્લે પાંચ-છ કિલોમીટર જેટલું અંતર બાકી રહ્યું હતું ત્યારે જ તેના પગે જવાબ દઈ દીધો. પગ પર તે એક ડગલું પણ દોડી શકે એમ નહોતો એટલે તેણે ઘૂંટણિયે પડીને ચાર પગે દોડવાનું શરૂ કરી દીધું. જોકે એ રીતે પણ તે એટલો થાકી ગયેલો કે ફિનિશિંગ લાઇન સુધી પહોંચ્યો ત્યારે તો તે લિટરલી પગને ઢસડીને આગળ લઈ જતો હોય એવી તેની હાલત હતી.

આ પણ વાંચોઃ યલો લેડી બહેનને પીળો રંગ એટલો ગમે છે કે તેમનું નામ પીળીબહેન હોવું જોઈએ

એમ છતાં તેણે ૪૨ કિલોમીટરની સફર ૩ કલાક અને ૩૮ મિનિટમાં પૂરી કરીને સાથીસૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. એ પછી તરત તેને વ્હીલચૅરમાં બેસાડીને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. આ દોડ દરમ્યાન મિકાએ પોતાના રનિંગ-શૂઝ પર ત્રણેય સાથીમિત્રોનાં નામની પ્લેટ લગાવી હતી.

offbeat news hatke news