16 December, 2024 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રણ-ચાર વર્ષની ક્યુટ બાળકી ઍલેક્સાને હુકમ કરે છે
એક તરફ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી સંચાલિત વૉઇસ અસિસ્ટન્ટ્સ કંઈ પણ જવાબ આપી દે છે ત્યારે ઍમૅઝૉનના વૉઇસ અસિસ્ટન્ટ ઍલેક્સાએ સોશ્યલ મીડિયા યુઝર્સનું દિલ જીતી લીધું છે. વાત એમ છે કે થોડા દિવસ પહેલાં @saiquasalwi નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વિડિયો શૅર થયેલો. એમાં ત્રણ-ચાર વર્ષની ક્યુટ બાળકી ઍલેક્સાને હુકમ કરે છે, ‘ગાલી દો ના...’ તો ઍલેક્સા કહે છે, ‘ગાલી? તૌબા તૌબા..’ એમ છતાં છોકરી ફરીથી કહે છે, ‘ઍલેક્સા ગાલી દો ના...’ ઍલેક્સા ફરી કહે છે, ‘ના જી ના, ઇસ મામલે મેં મૈં બહુત સંસ્કારી હૂં.’ એમ છતાં ફરી છોકરી એ જ કમાન્ડ આપે છે તો ઍલેક્સા કહે છે, ‘એ માટે તારે શક્તિમાનને સૉરી કહેવું પડશે.’
એમ છતાં પેલી છોકરી ફરીથી એ જ કમાન્ડ આપે છે તો ઍલેક્સા એકદમ મસ્તીના મૂડમાં કહે છે, ‘છોડિયે ગાલી-ગાલી, પી લિજિએ એક ગર્મ ચાય કી પ્યાલી.’ આ વિડિયો દોઢ કરોડથી વધુ વાર જોવાઈ ચૂક્યો છે.