25 December, 2023 10:19 AM IST | United states of america | Gujarati Mid-day Correspondent
કેલ્ચી હેચર
અમેરિકાના અલબામામાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે, જેમાં ડબલ ગર્ભાશય ધરાવતી એક મહિલાએ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો છે. આ પ્રકારનો કેસ ૧૦ લાખ લોકોમાંથી એક હોવાનું જાણવા મળે છે. બન્ને બાળકીઓનો જન્મ અલબામા વિશ્વવિદ્યાલયની બર્મિંગહૅમ હૉસ્પિટલમાં થયો હતો. અલબામા યુનિવર્સિટીએ બુધવારે આ વિશે માહિતી આપી હતી. મહિલાનું નામ કેલ્ચી હેચર છે. તેના પતિ પણ આ ન્યુઝથી ઘણા ખુશ છે. તેઓ હવે મમ્મી-પપ્પા બની ગયાં છે. હેચરે સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે અમારાં ચમત્કારિક બાળકો જન્મ્યાં! હેચરે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે મને બે ગર્ભાશય છે. હું બન્ને તરફ એક-એક બાળક સાથે ગર્ભવતી હતી. આ દુર્લભ ગર્ભાવસ્થાને ડિકેવેટરી ગર્ભવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, જેની સંભાવના લાખોમાંથી એકમાં હોય છે.