જપાનમાં હ્યુમન વૉશિંગ મશીન : પંદર મિનિટમાં બૉડી અને માઇન્ડ બન્ને ક્લીન કરી આપશે

09 December, 2024 01:41 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

તન-મનની શુદ્ધિ માટે હવે ખાસ કંઈ કરવાની જરૂર નથી. જૅપનીઝ એન્જિનિયરોએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી સંચાલિત હ્યુમન વૉશિંગ મશીન બનાવ્યું છે, જેમાં હાઈ-સ્પીડ વૉટર જેટ્સથી બૉડી અને માઇન્ડ બન્ને પંદર મિનિટમાં ક્લીન થઈ જાય છે

જૅપનીઝ એન્જિનિયરોએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી સંચાલિત હ્યુમન વૉશિંગ મશીન બનાવ્યું છે

તન-મનની શુદ્ધિ માટે હવે ખાસ કંઈ કરવાની જરૂર નથી. જૅપનીઝ એન્જિનિયરોએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી સંચાલિત હ્યુમન વૉશિંગ મશીન બનાવ્યું છે, જેમાં હાઈ-સ્પીડ વૉટર જેટ્સથી બૉડી અને માઇન્ડ બન્ને પંદર મિનિટમાં ક્લીન થઈ જાય છે. ઓસાકાબેઝ્ડ સાયન્સ કંપનીએ તૈયાર કરેલું આ મશીન અંદર બેસનાર વ્યક્તિના શરીર-મનની ઍનૅલિસિસ કરીને કસ્ટમાઇઝ્ડ વૉશ ઍન્ડ ડ્રાય પ્રોસેસ ફૉલો કરે છે અને પંદર મિનિટમાં તમને નવડાવીને કોરા કરી દે છે. ઍર બબલ્સવાળા હાઈ સ્પીડ વૉટર જેટની મદદથી એવું જ કામ થાય છે જે ઇન્ડ​સ્ટ્રિયલ મશીન ક્લીનિંગમાં ડેલિકેટ કમ્પોનન્ટ્સને સાફ કરતી વખતે થાય છે. ઓસાકા કૅન્સાઈ એક્સ્પોમાં લગભગ એક હજાર જેટલા વિઝિટર્સ પર આ પ્રયોગ કરવામાં આવશે. આ મશીનમાં વપરાયેલી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વ્યક્તિનું ઇમોશનલ સ્ટેટ પણ પારખી લેશે અને એ મુજબ શાંતિ અને સુકૂન આપતો અનુભવ કરાવશે.

japan ai artificial intelligence international news news world news offbeat news