માઇકલ જૅક્સન અને ડાયના જીવતાં હોત તો આવાં દેખાત

23 September, 2022 11:43 AM IST  |  Ankara | Gujarati Mid-day Correspondent

ટર્કીના આ ફોટોગ્રાફરનું નામ છે અલ્પર યસીલ્ટાસ

માઇકલ જૅક્સન, ડાયના

કંઈકેટલાય લોકો એવા હતા જેઓ સમય કરતાં વહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. એક ફોટોગ્રાફરે નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને તેમનાં નવાં પોર્ટ્રેટ બનાવ્યાં છે અને કલ્પના કરી કે જો તેઓ જીવતાં હોત તો કદાચ આવાં દેખાતાં હોત; જેમાં પ્રિન્સેસ ડાયના, માઇકલ જૅક્સન અને અન્ય જાણીતા લોકોનો સમાવેશ છે. ટર્કીના આ ફોટોગ્રાફરનું નામ છે અલ્પર યસીલ્ટાસ. તેણે આ ફોટો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોટો એન્હાન્સર સૉફ્ટવેર ઍન્ડ ફોટો એડિટિંગ પ્રોગ્રામનો ઉપયોગ કર્યો હતો, જેમાં તમે તમારી કલ્પનાઓને વાસ્તવિકતામાં ફેરવી શકો. એની મદદથી તેણે એવા કેટલાક લોકો વિશે વિચાર્યું જેમને જોવાનું તે ચૂકી ગયો હતો. પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ ૧૯૯૭માં ૩૬ વર્ષની ઉંમરે પૅરિસમાં કાર-ઍક્સિડન્ટમાં થયું હતું, તો મા​ઇકલ જૅક્સનનું મૃત્યુ ૫૦ વર્ષની વયે નશાને કારણે થયું હતું. 

માઇકલ જૅક્સન : ૧૯૮૦ના દાયકામાં તેના દેખાવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા હતા. લૉસ ઍન્જલસના ઘરમાં તેનું મૃત્યુ થયું હતું.

ડાયના : ૧૯૯૭ની ૩૧ ઑગસ્ટે વહેલી સવારે પાપારાઝીથી બચવા માટે ફુલ સ્પીડમાં દોડતી તેની મર્સિડીઝ કારનો ઍક્સિડન્ટ થતાં પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ થયું હતું.

 

michael jackson princess diana international news ankara turkey offbeat news