30 May, 2023 01:52 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ગાંધીજી અને લિયોનાર્ડો ડિકૅપ્રિયો
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટૂલ્સની મદદથી ફોટોમાં જાતજાતના અખતરાઓ કરવામાં આવતા હોય છે. જોકે આ કંઈ નવી વાત નથી, પરંતુ એઆઇની મદદથી કરવામાં આવેલું ફોટો એડિટિંગ આટલું બધું પર્ફેક્ટ હોય છે એ જોવાની ખરેખર મજા આવે છે. તાજેતરમાં મહાત્મા ગાંધી સહિતના જાણીતા લોકો જો જિમમાં જનારા બૉડી-બિલ્ડર હોત તો એવું વિચારીને તેમ જ લિયોનાર્ડો ડિકૅપ્રિયો સહિતના હૉલીવુડના ઍક્ટરો હિન્દુ પૂજારી હોત તો એવી કલ્પના કરીને ફોટોઝ એડિટ કરાયા હતા.