04 May, 2023 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દર કલાકના ૧૧,૧૧૧ કિલોમીટરની ઝડપે ઊડતું વિમાન
સામાન્ય પૅસેન્જર વિમાનો ૭૦૦થી ૯૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડતાં હોય છે. તાજેતરમાં ઍરોસ્પેસ સ્ટાર્ટ કંપનીએ નવા હાઇપરસોનિક જેટની પ્રથમ ઝલક જાહેર કરી છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રવાસીઓ ન્યુ યૉર્કથી ટોક્યો માત્ર એક કલાકમાં જ જઈ શકશે. વિનસ ઍરોસ્પેસનું સ્ટારગેઝર તરીકે ઓળખાતું જેટ ૧૧,૧૧૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. આ વિમાનને નાસાના ટૉપ હ્યુમન સ્પેસફ્લાઇટ ફૅસિલિટી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામા આવ્યું છે. આ વિમાન અન્ય વિમાનોની જેમ જ ઍરપોર્ટ પરથી ઉડાન ભરે છે પરંતુ એ આકાશમાં ૧,૭૦,૦૦ ફુટની ઊંચાઈ સુધી જાય છે. એનું વજન ૧,૫૦,૦૦૦ પાઉન્ડ, અંદાજે ૬૮,૦૩૮ કિલો છે. એ ૧૦૦ ફુટ પહોળું અને ૧૫૦ ફુટ લાંબું છે. એમાં માત્ર ૧૨ મુસાફરો જ બેસી શકે છે. તેથી ટિકિટો વધુ મોંઘી રહેવાની શક્યતા છે.