યુઝરે ગૂગલ મીટ પર ખોટી સ્ક્રીન શૅર કરી

04 June, 2023 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પોસ્ટમાં સ્ક્રીનશૉટથી ખ્યાલ આવે છે કે ગૂગલ મીટના સેશન દરમ્યાન તેનાથી ભૂલથી એક ઑનલાઇન શૉપિંગ વેબસાઇટમાંથી બૉક્સર્સની સ્ક્રીન શૅર થઈ ગઈ હતી.

સ્ક્રીનગ્રેબ

ઑનલાઇન મીટિંગમાં ફની સિચુએશન્સ ક્રીએટ થતી રહે છે. એક યુઝરે ગૂગલ મીટ પર તેની ઑફિસની મીટિંગ દરમ્યાનની ફની સિચુએશન વિશે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું. જે જાણીને સોશ્યલ મીડિયા યુઝર્સને આશ્ચર્ય થઈ રહ્યું છે. અમન નામના આ યુઝરે આ ઑનલાઇન મીટિંગમાં તેને માટે શરમજનક ક્ષણ વિશે ટ્‍‍વિટર પર જણાવ્યું હતું. આ પોસ્ટમાં સ્ક્રીનશૉટથી ખ્યાલ આવે છે કે ગૂગલ મીટના સેશન દરમ્યાન તેનાથી ભૂલથી એક ઑનલાઇન શૉપિંગ વેબસાઇટમાંથી બૉક્સર્સની સ્ક્રીન શૅર થઈ ગઈ હતી. તેના કલીગ્સે તેને જણાવ્યું કે તેં ખોટી સ્ક્રીન રજૂ કરી છે. આ પોસ્ટની કૅપ્શનમાં તેણે લખ્યું હતું, ‘ગાય્‍ઝ, પ્લીઝ મારા માટે પ્રાર્થના કરજો.’ આ પોસ્ટને ૧.૬ લાખથી વધારે વ્યુઝ મળ્યા છે.

offbeat news google