પુણેમાં સુવર્ણમંદિરની થીમ પર બનાવેલા પંડાલ સામે સિખ સંગઠને વિરોધ કર્યો

07 September, 2024 09:29 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણેમાં જે પંડાલ બનાવવામાં આવ્યો છે એ હરમંદરસાહિબ જેવો જ બનાવાયો છે.

સુવર્ણમંદિર

આજથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ માટે પુણેના કૅમ્પ વિસ્તારમાં સુવર્ણમંદિરની થીમ પર પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. એની સામે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ વાંધો ઉઠાવ્યો છે. સમિતિના અધ્યક્ષ હરજિન્દર સિંહ ધામીએ આને સિખધર્મીઓની લાગણી ભડકાવવાનું કૃત્ય ગણાવ્યું છે. તેમણે તો એટલે સુધી કહ્યું કે સિખ ધર્મનાં ઐતિહાસિક પવિત્ર સ્થળોની કેટલાક લોકો જાણીજોઈને નકલ કરે છે અને સિખ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે છે. પુણેમાં જે પંડાલ બનાવવામાં આવ્યો છે એ હરમંદરસાહિબ જેવો જ બનાવાયો છે. ધામીએ કહ્યું કે હરમંદરસાહિબની નકલ ન કરી શકાય. શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ તપાસ કરવા માટે એક ટીમને પુણેપ મોકલી છે.

mumbai news mumbai pune pune news offbeat news