લાસ વેગસની સ્ટ્રિપ ક્લબની બહાર મુકાયો ૪ ટનનો રોબો

11 January, 2023 11:51 AM IST  |  Las Vegas | Gujarati Mid-day Correspondent

મેક ધ બોટ જૉનસન નામનો આ રોબો ૧૩ ફુટ ઊંચો અને ૧૮ ફુટ પહોળો છે

લાસ વેગસની સ્ટ્રિપ ક્લબની બહાર મુકાયો ૪ ટનનો રોબો

અમેરિકાના લાસ વેગસની એક સ્ટ્રિપ ક્લબે એક ટેક ઇવેન્ટ માટે આવનાર લોકોને આવકારવા એક વિશાળ રોબોટિક બાઉન્સર તહેનાત કર્યો હતો. મેક ધ બોટ જૉનસન નામનો આ રોબો ૧૩ ફુટ ઊંચો અને ૧૮ ફુટ પહોળો છે. એનું વજન ચાર ટન હતું. ગયા ગુરુવારથી શરૂ થયેલા ચાર દિવસના કન્ઝ્‍યુમર ઇલેક્ટ્રૉનિક્સ શો દરમ્યાન માનવ દ્વારા સંચાલિત આ રોબોએ સિક્યૉરિટીની વિગત ચકાસી હતી. આ રોબો કૅનેડાના એન્જિનિયર, ઉદ્યોગ સાહસિક, સંશોધક અને કલાકાર જૉનાથન ટિપેટ દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેઓ આ ક્લબમાં આવનાર ૭૦,૦૦૦થી વધુ ગ્રાહકોની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. જોકે નેટિઝન્સનું કહેવું છે કે આ ક્લબમાં આવા વિશાળ મશીન ધરાવતા રોબો કરતાં માનવીય અભિગમ ધરાવતા લોકોની વધુ જરૂર છે.

offbeat news las vegas technology news international news