30 September, 2023 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ડિવાઇન પ્રોટેક્શન’ પુરવાર કરવા સિંહણોના પાંજરામાં પુરાયો પાદરી
ઑનલાઇન વાઇરલ થયેલા વિડિયોમાં એક આફ્રિકન પાદરીને પ્રાણી સંગ્રહાલયમાં સિંહણના પાંજરામાં પ્રવેશતાં અને એમને ચીડવતાે જોઈ શકાય છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વિચિત્ર વિડિયોમાં કેટલાક લોકોની નજર હેઠળ વાદળી પોશાક પહેરેલો એક માણસ પાંજરામાં ત્રણ સિંહણો સાથે રમતો બતાવાયો છે. આ માણસને પાદરી ડૅનિયલ તરીકે ઓળખવામાં આવે છે. જો ક્લિપના લખાણ પર ધ્યાન આપવામાં આવે તો આ અસાધારણ સ્ટન્ટ તેના અનુયાયીઓને સમજાવવા માટે કરવામાં આવ્યો હતો કે તે ભગવાનના રક્ષણ હેઠળ છે અને સિંહણોની વચ્ચે હોય ત્યારે પણ તેની સાથે કંઈ થઈ શકે નહીં. પાદરી યુવાન સિંહણોને થપ્પડ મારતા અને એમાંથી એકને રમતિયાળ રીતે તેમનો હાથ ચાવવા દેતો જોઈ શકાય છે. એ પાદરી નાઇજીરિયામાં રહે છે. લોકો તેમની આ યુક્તિથી પ્રભાવિત થયા નહોતા.