03 July, 2026 01:04 PM IST | China | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ચીન ઊંચા, લાંબા, મજબૂત અને મનોરમ્ય ગ્લાસ બ્રિજ માટે જાણીતું છે. સેન્ટ્રલ ચીનમાં એક ટૂરિસ્ટ અટ્રૅક્શન પ્લેસ પર AAAAA ગ્રેડની એટલે કે અલ્ટિમેટ મજબૂતાઈનું પ્રમાણપત્ર ધરાવતા ગ્લાસ બ્રિજને એક ટીનેજરે છત્રીના તીક્ષ્ણ ભાગથી ડૅમેજ કરી નાખ્યો હતો. આ ગ્લાસ બ્રિજ ઉચ્ચ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ધરાવતો હોવાનો દાવો થઈ રહ્યો હતો, પરંતુ ટીનેજરે છત્રીનો તીક્ષ્ણ ભાગ ગ્લાસ પર પછાડતાં એમાં તિરાડ પડી ગઈ હતી. આ બ્રિજ ચીનના ઑફિશ્યલ ટૂરિઝમ રૅન્કિંગ સિસ્ટમમાં ટૉપ કૅટેગરીમાં આવે છે. જ્યારે તિરાડ પડી ત્યારે એ બ્રિજ પર સેંકડો ટૂરિસ્ટો હતા. તિરાડ પડી હોવાની ખબર પડતાં તરત જ સ્ટાફે તમામ સહેલાણીઓને ત્યાંથી દૂર હટાવી લીધા હતા. આ ગ્લાસ બ્રિજ દુનિયાનું સૌથી મોટું વ્યુઇંગ પૉઇન્ટ છે અને ૨૦૨૩માં એને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પણ સ્થાન મળી ચૂક્યું છે.