સોશ્યલ મીડિયાને કારણે મળી બાળપણની ફ્રેન્ડ

05 June, 2023 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ યુઝર નેહાએ તેની ફ્રેન્ડ લ​​ક્ષિતાને શોધવાના એકમાત્ર હેતુ સાથે અલગ અકાઉન્ટ ખોલ્યું હતું, જેનું પૂરું નામ તેને યાદ નહોતું. નેહાએ હૅન્ડલના નામ @finding_lakshita સાથે પ્રોફાઇલ બનાવી.

સોશ્યલ મીડિયાને કારણે મળી બાળપણની ફ્રેન્ડ

એક યુવતીએ તેના બાળપણની મિત્રને શોધવા માટે એક ઇન્સ્ટાગ્રામ (Instagram) અકાઉન્ટ ખોલ્યું અને હવે એની આ વાત સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. ઇન્સ્ટાગ્રામ યુઝર નેહાએ તેની ફ્રેન્ડ લ​​ક્ષિતાને શોધવાના એકમાત્ર હેતુ સાથે અલગ અકાઉન્ટ ખોલ્યું હતું, જેનું પૂરું નામ તેને યાદ નહોતું. નેહાએ હૅન્ડલના નામ @finding_lakshita સાથે પ્રોફાઇલ બનાવી. પ્રોફાઇલના બાયોમાં પોતાની મિત્ર વિશે કેટલીક માહિતી ઉમેરતાં લખ્યું કે હું મારી મિત્ર લ​ક્ષિતાને શોધવાના મિશન પર છું. તેના ભાઈનું નામ કુણાલ છે. વળી તેણે એક ફોટો પણ મૂક્યો હતો. સોશ્યલ મી‌ડિયામાં લોકોને મેસેજ પણ કર્યા હતા. આખરે એનો પ્રયત્ન સફળ રહ્યો હતો. બાદમાં નેહાએ લખ્યું કે ‘મિશન સફળ... મને તે મળી ગઈ. તને શોધવાનું સરળ નહોતું. ૧૮ વર્ષ બાદ તને મળતાં ખરેખર આનંદ થાય છે.’

offbeat news social networking site instagram