બાસ્કેટબૉલ ખેલાડીએ રેકૉર્ડબ્રેક ૧૦ ફુટ ૫ ઇંચ ઊંચો કૂદકો માર્યો

03 March, 2023 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાસ્કેટબૉલના ખેલાડીઓ બૉલને નેટમાંથી પસાર કરવા માટે બહુ ઊંચો કૂદકો મારે છે.

બાસ્કેટબૉલ ખેલાડીએ રેકૉર્ડબ્રેક ૧૦ ફુટ ૫ ઇંચ ઊંચો કૂદકો માર્યો

બાસ્કેટબૉલના ખેલાડીઓ બૉલને નેટમાંથી પસાર કરવા માટે બહુ ઊંચો કૂદકો મારે છે. પોલૅન્ડના એક બાસ્કેટબૉલ ખેલાડીએ ૧૦ ફુટ પાંચ ઇંચ ઊંચો કૂદકો મારી નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. પોલૅન્ડના ખેલાડી પીઓટર ગ્રેબોવ્સ્કીએ પોતાના પહેલા પ્રયાસમાં ૩.૨ મીટર એટલે કે એનબીએના પ્રમાણભૂત હૂપ કરતાં ૧૫ સેન્ટિમીટર વધારે ઊંચો કૂદકો માર્યો હતો. આમ ૧૦ ફુટ ૫ ઇંચ કૂદીને તેણે બાસ્કેટબૉલની રમતનો સ્લૅમ ડન્ક ગિનેસ વલ્ડ રેકૉર્ડ તોડ્યો હતો. એઆઇ મોશન સેન્સિંગ કૅમેરા દ્વારા આ રેકૉર્ડની નોંધણી કરવામાં આવી હતી. આ ખેલાડીએ બૉલને બાસ્કેટમાંથી પસાર કરવા માટે ૧૦ ફુટ ૫ ઇંચનો કૂદકો માર્યો ત્યારે સ્લૅમ ડન્ક કરવાનું અશક્ય પરાક્રમ કર્યું. બાસ્કેટને એનબીએ હૂપ ઊંચાઈ (૩.૦૫ મીટર અથવા ૧૦ ફુટ) કરતાં ૬ ઇંચ ઊંચાઈએ રાખવામાં આવી હતી. તેણે પહેલાં બૉલને પગની નીચેથી એક હાથથી બીજા હાથમાં લીધો હતો. રેકૉર્ડ બાદ પીઓટર ગ્રેબોવ્સ્કીએ કહ્યું કે મને ખાતરી નહોતી કે હું આ રેકૉર્ડ કરી શકીશ, પરંતુ એ શક્ય બન્યું. લોકોને આનાથી નવો રેકૉર્ડ બનાવવાની પ્રેરણા મળશે. જ્યારે પણ હું આ પ્રમાણે કૂદકો મારતો હોઉં છું ત્યારે જાતને ગુરુત્વાકર્ષણ બળની સામે ધકેલું છું.

offbeat news basketball