12 June, 2024 02:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કોલ્હાપુરથી મુંબઈ આવી રહેલી ફાતિમા ખાતૂન નામની ૩૧ વર્ષની પ્રેગ્નન્ટ મહિલાની આમ તો ડિલિવરી-ડેટ ૨૦ જૂન હતી, પણ તેને વહેલું લેબર પેઇન ઊપડતાં ચાલુ ટ્રેને જ ડિલિવરી થઈ ગઈ હતી. તેના પતિ તૈયબનું કહેવું હતું કે લોનાવલા સ્ટેશન આવ્યું ત્યારે ફાતિમાને પેટમાં દુખાવો ઊપડ્યો હતો. પીડા સહન ન થતી હોવાથી તે ઊઠીને બાથરૂમ ગઈ અને ત્યાં જ ડિલિવરી થઈ ગઈ. ટ્રેનમાં બીજી મહિલાઓએ તેને મદદ કરી હતી. તૈયબે કર્જત રેલવે-પોલીસને જાણ કરતાં ફાતિમા અને તેની દીકરીને ટ્રેનમાંથી ઉતારીને હૉસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા પોલીસે કરી રાખી હતી. બન્નેને ત્રણ દિવસ હૉસ્પિટલમાં રાખીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો ત્યારે તૈયબે કહ્યું કે ‘મારે ઑલરેડી ત્રણ દીકરા છે. ટ્રેનમાં જ્યારે આ દીકરી અવતરી ત્યારે કેટલાક યાત્રીઓએ મને કહ્યું કે તમને સાક્ષાત્ લક્ષ્મીમાનાં દર્શન થઈ ગયાં એટલે મેં દીકરીનું નામ મહાલક્ષ્મી રાખવાનું નક્કી કર્યું છે.’