આ બાઈક પર એટલા લોકો બેઠા છે, કે ગણતા ગણતા થાકી જશો !!!

09 September, 2019 12:27 PM IST  |  મુંબઈ

આ બાઈક પર એટલા લોકો બેઠા છે, કે ગણતા ગણતા થાકી જશો !!!

દેશમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થઈ ચૂક્યા છે, જે બાદ દંડની રકમ ખૂબ જ વધી ગઈ છે. આ નવા દંડ લાગુ થયા બાદ રોજ ટ્રાફિક અંગે નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે. ક્યાંક પોલીસવાળાના નિયમ તોડતા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, તો ક્યાંક લોકો પોલીસ પર હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન એક એવો વીડિયો વાઈરલ થયો છે, જે જોઈને તમે હસસો તો ખરા જ, સાથે જ ચોંકી પણ જશો.

તમે એક બાઈક પર કેટલા લોકોને બેસાડી શકો ? સામાન્ય રીતે ત્રણ અને વધુમાં વધુ ચાર. જો કે એ પણ નિયમનો ભંગ છે. પરંતુ આ વાઈરલ વીડિયોમાં બાઈકસવાર વ્યક્તિએ એટલા લોકોને બેસાડ્યા છે જે જોઈને હાઈવે પર જતા તમામ લોકો ચોંકી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ બાઈકનો વીડિયો વાઈરલ થયો છે, જેના પર સાત લોકો સવાર છે, એટલું જ નહીં બાઈક પર સામાન અને એક કુતરુ પણ છે.

બાઈક સવારનો આ વીડિયો હાઈવે પરથી પસાર થતા અન્ય કોઈ બાઈકસવારે રેકોર્ડ કર્યો છે. 29 ઓગસ્ટે ટ્વિટ કરાયેલા આ વીડિયો પર લોકો રિએક્ટ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધી 30 હજારથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે.

આ રહ્યો વીડિયો

તમે પણ જોઈને ચોંકી ગયા હશો, અને માથુ ખંજવાળતા હશો કે આટલા બધા લોકો એક જ બાઈક પર કેવી રીતે સમાઈ શકે ? અને એ પણ આટલા સામાન સાથે. આ વીડિયો જોઈને બધા જ લોકો ચોંકી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ વીડિયોની ટીકા કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ તેને ખતરનાક ગણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ  બિહારના આ ગામમાં એકેય મુસ્લિમ ન હોવા છતાં રોજ અજાન અને પાંચ નમાજ પઢાય છે

વીડિયોમાં દેખાય છે કે એક વ્યક્તિ બાઈક સલાવી રહ્યો છે, તેની પાછળ મહિલા અને બાળકો સહિત કુલ 7 લોકો સવાર છે. ચોંકાવનારી વાત એ છે કે બાઈક પર ઢગલાબંધ સામાન હોવાની સાથે સાતે બે કૂતરા પણ બેસાડ્યા છે. 

offbeat news hatke news national news