યુગલે 6 વર્ષની બાળકી દત્તક લીધી, પણ એ તો બાવીસ વર્ષની ઠગ યુવતી નીકળી

25 September, 2019 10:09 AM IST  |  યુક્રેન

યુગલે 6 વર્ષની બાળકી દત્તક લીધી, પણ એ તો બાવીસ વર્ષની ઠગ યુવતી નીકળી

યુગલે 6 વર્ષની બાળકી દત્તક લીધી

ક્યારેક બાળક દત્તક લેવા જતી વખતે લોકો કેવી થાપ ખાઈ જતા હોય છે એનો અમેરિકાનો એક કિસ્સો આજકાલ ચર્ચામાં છે. ઇન્ડિયાના રાજ્યમાં રહેતા ક્રિસ્ટિન બર્નેટ અને તેના એક્સ-હસબન્ડ માઇકલ બર્નેટ સામે તેમની ૯ વર્ષની દીકરીને તરછોડી દેવાનો આરોપ મુકાયો છે. જ્યારે તેમની દીકરી ૯ વર્ષની હતી ત્યારે યુગલ તેને છોડીને કૅનેડા ભાગી ગયું હોવાનો તેમની પર આરોપ છે.

જોકે ક્રિસ્ટિન પોતાની પરના જે આરોપનામાના જવાબો આપે છે એ જો ખરેખર સાચા હોય તો એ કમકમાવી દેનારા છે. ક્રિસ્ટિને એક અમેરિકન ટીવીચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે તેમણે ૨૦૧૦ના મે મહિનામાં યુક્રેનિયન મૂળની નતાલી ગ્રેસ નામની બાળકીને અડૉપ્ટ કરી હતી. એ વખતે તેની ઉંમર ૬ વર્ષની છે એવું અડૉપ્શન સેન્ટરે કહેલું.

યુગલ બાળકીને લઈને ઘરે આવી ગયું એ પછીથી ધીમે-ધીમે તેમની સામે એ છોકરીની સચ્ચાઈ આવતી ગઈ. શરૂઆતમાં તો તેમને ન સમજાયું કે શું થઈ રહ્યું છે. સાડાછ સાત વર્ષની બાળકી હોય તો તેને પિરિયડ્સ કેવીરીતે આવવા લાગે? એ શંકાને તેમણે ઇગ્નોર કરી. જોકે એક-બે વર્ષમાં તો નતાલિયાનું વર્તન ખૂબ જ વાયલન્ટ થવા લાગ્યું. નતાલિયા તેના પેરન્ટ્સને ઇલેક્ટ્રિક લાઇવ વાયર ધરાવતી ફેન્સ સાથે ચિપકાવી દેવાની કોશિશ કરતી. તેમની કૉફીમાં બ્લીચ નાખી દેતી અને જો તેને કંઈ કહેવામાં આવતું તો ઊંઘમાં જ મારી નાખીશ એવી ધમકીઓ પણ આપતી. તેની બોલવાની રીત બાળક જેવી નહીં, પણ પુખ્ત વયની વ્યક્તિ જેવી જ હતી.

આ બાબતે ક્રિસ્ટિને સાઇકોલૉજિસ્ટ્સને કન્સલ્ટ કર્યા ત્યારે ખબર પડી કે આ બાળકી નથી, પરંતુ યુવતી છે. જન્મજાત ડ્વાર્ફિઝમની તકલીફને કારણે તેનું કદ ટચૂકડું રહી ગયું છે, બાકી ખરેખર તેનો જન્મ ૧૯૮૯માં થયો છે એટલે કે તેમણે જ્યારે તેને છ વર્ષની સમજીને દત્તક લીધેલી ત્યારે તે હકીકતમાં બાવીસ વર્ષની હતી.

આ પણ વાંચો : હાથ વિનાની બાળકીને પગથી ખાતી જોઈને સોશ્યલ મીડિયા થયું ભાવુક

નકલી ઍફિડેવિટમાં તેના હાડકાંની તપાસ કરીને તેની ઉંમર આઠ વર્ષની છે એવું મેનિપ્યુલેટ કરવામાં આવેલું. નતાલિયા બાળકી નહોતી, પણ ડ્વાર્ફિઝમની સાથે હિંસક સાઇકોલૉજિકલ સમસ્યા પણ ધરાવતી હોવાથી યુગલે તેને છોડી દીધી અને ત્યાંથી ભાગીને કૅનેડા સ્થાયી થઈ ગયા.

ukraine offbeat news hatke news