જર્મનીના આ ગામમાં ઘરનું ભાડું છેલ્લાં 500 વર્ષથી વધ્યું જ નથી

24 April, 2019 12:46 PM IST  |  ઑગસબર્ગ

જર્મનીના આ ગામમાં ઘરનું ભાડું છેલ્લાં 500 વર્ષથી વધ્યું જ નથી

આ ગામમાં 500 વર્ષથી ઘરનું ભાડુ નથી વધ્યું

દુનિયાના કોઈ પણ દેશ અને શહેરમાં રિયલ એસ્ટેટ પ્રૉપર્ટીના ભાવમાં ધરખમ વધારો થયો છે ત્યારે જર્મનીના એક ગામમાં એક બિલ્ડિંગમાં ઘરનું ભાડું છેલ્લાં 500 વર્ષથી બદલાયું જ નથી. ૧૫૧૪ની સાલમાં જેકબ ફ્યુગર નામના બિઝનેસમૅને ઑગસબર્ગ ટાઉનની ભાગોળે આવેલું ફ્યુગેરેઈ નામનું ગામ વસાવ્યું હતું. અહીં તેમણે હાઉસિંગ કૉમ્પ્લેક્સ બનાવ્યાં હતાં જે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને રહેવા આપ્યાં હતાં. ફ્યુગર પરિવાર ૧૪મી સદીમાં આ ગામમાં રહેવા આવ્યો હતો અને કાપડનો વેપાર કરીને બેપાંદડે થયો હતો. આ પરિવારે એ પછી બૅન્કિંગ સેક્ટરમાં પણ ઝંપલાવેલું. જે વિસ્તારમાં રહીને જેકબ ફ્યુગર અને તેનું કુટુંબ પૈસેટકે સુખી થયેલું એ વિસ્તારનાં કેટલાંક બિલ્ડિંગો તેમણે ખરીદી લીધાં અને એ ગરીબોને રહેવા માટે આપી દીધાં હતાં.

આ પણ વાંચો : જર્મની-જપાનને પાડોશી ગણાવ્યા: ઇમરાન ખાન

લોકોને એ ફ્રીમાં આપવાને બદલે તેમણે વર્ષે એક ડૉલરનું ભાડું લેવાનું રાખેલું. આ ઘરોમાં રહીને પરિવારો પૈસેટકે વધુ સમૃદ્ધ થઈને બીજે શિફ્ટ થઈ જતા અને એની જગ્યાએ બીજા જરૂરિયાતમંદ પરિવારને વર્ષે એક ડૉલરના ભાડામાં આ ઘર આપવામાં આવતાં. લગભગ 500થી વધુ વર્ષ થઈ ગયાં હોવા છતાં આ શિરસ્તો હજી ચાલુ જ છે.

germany offbeat news hatke news