વિના ટિકિટે મહિલા પ્લેનમાં બેસી ગઈ, તેને ઉતારતાં સ્ટાફને 3 કલાક લાગ્યા

17 October, 2019 10:47 AM IST  |  અમેરિકા

વિના ટિકિટે મહિલા પ્લેનમાં બેસી ગઈ, તેને ઉતારતાં સ્ટાફને 3 કલાક લાગ્યા

ડેલ્ટા ઍરલાઇન

બસ અને ટ્રેનમાં વિના ટિકિટે ચડવાનું સંભવ છે, પણ કોઈ પ્લેનમાં ટિકિટ વિના ઘૂસી જાય એવી ઘટના ભાગ્યે જ બને કેમ કે ઍરપોર્ટના દરવાજાથી લઈને ચેક-ઇન, સિક્યોરિટી બધે જ તમારી પાસે ટિકિટ અને બોર્ડિંગ પાસ હોવો જરૂરી છે. એમ છતાં અમેરિકાના ઑર્લેન્ડો ઇન્ટરનૅશલ ઍરપોર્ટ પર ડેલ્ટા ઍરલાઇનની એક ફ્લાઇટ ઍટલાન્ટા જઈ રહી હતી એમાં એક મહિલા વિના ટિકિટે ચડી ગઈ. જેની ક્લેમન્સ નામનાં આ બહેન પ્લેનમાં જઈને કોઈકની સીટ પર પણ બેસી ગયેલાં. જ્યારે એ સીટ જે પ્રવાસીના નામે બુક હતી તે આવ્યો એટલે પ્લેનના ક્રૂ-મેમ્બરને ખબર પડી.

આ પણ વાંચો : દાદાજી કબરમાંથી બોલ્યા, મને બહાર કાઢો, અંદર બહુ અંધારું છે

જ્યારે મેમ્બરોએ તેનો બોર્ડિંગ પાસ માગ્યો તો પહેલાં તો તેણે કહ્યું કે એ તો તેણે ફાડી નાખ્યો. જોકે હકીકતમાં તેણે ટિકિટ લીધી જ નહોતી. એ વાત સાબિત કરીને તેને પ્લેનમાંથી નીચે ઉતારતાં ક્રૂ-મેમ્બરને ત્રણ કલાક લાગ્યા. આખરે નિર્ધારિત સમય કરતાં ચાર કલાક મોડી ફ્લાઇટ ઊપડી હતી. 

offbeat news hatke news