તોફાનથી બચાવવા માટે પ્રાણીપ્રેમીએ 97 ડૉગીઓને પોતાના ઘરમાં આશરો આપ્યો

07 September, 2019 10:03 AM IST  |  બહામાસ

તોફાનથી બચાવવા માટે પ્રાણીપ્રેમીએ 97 ડૉગીઓને પોતાના ઘરમાં આશરો આપ્યો

પ્રાણીપ્રેમી મહિલાએ 97 ડૉગ્સને પોતાના ઘરમાં આશરો આપ્યો

કૅરેબિયન દ્વીપમાં બહામાસની રાજધાની નાસાઉમાં ત્રીજી ડિસેમ્બરે આવેલા સમુદ્રી તોફાન ડોરિયને આખા ટાપુનું જનજીવન તહસનહસ કરી નાખ્યું છે. એમાં ડઝનબંધ લોકોએ જીવ ગુમાવ્યા છે અને પાળતુ પ્રાણીઓ પાણીમાં વહી ગયાં છે. દરેકને પોતાના પરિવાર અને ઘરની ચિંતા હતી ત્યારે ચેલા ફિલિપ્સ નામની પ્રાણીપ્રેમી મહિલાએ તેની આસપાસમાં રહેતા ૯૭ ડૉગ્સને પોતાના ઘરમાં આશરો આપીને બચાવી લીધા હતાં. સોશ્યલ મીડિયામાં ચેલાબહેનની ઘણી પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો : પોતે જે સ્કૂલમાં ભણેલો એને સોને મઢીને રાજમહેલ જેવી બનાવી દીધી

ચેલાએ આ ડૉગીઓને ખવડાવ્યું-પીવડાવ્યું અને ઘરની અંદર જ રાખી લીધાં. આટલી મોટી સંખ્યામાં ડૉગીઓ હોવાથી તેના પોતાના માટે ઘરમાં ચાલવાની જગ્યા બહુ ઓછી બચી હતી. તેના બેડરૂમમાં પણ આ ડૉગીઓ આરામ ફરમાવી રહ્યા હતા. નવાઈની વાત એ છે કે તેમને જાળવવા માટે ચેલાએ ક્રાઉડ-ફન્ડિંગ માટે ફેસબુક પર અપીલ કરી ત્યારે અપીલને એટલો સરસ પ્રતિસાદ મળ્યો કે જોતજોતામાં ૭૩ હજાર ડાૅલર એટલે કે ૫૨.૨૫ લાખ રૂપિયા જમા થઈ ગયા.

offbeat news hatke news bahamas