હાથ વિનાની બાળકીને પગથી ખાતી જોઈને સોશ્યલ મીડિયા થયું ભાવુક

24 September, 2019 10:39 AM IST  |  રશિયા

હાથ વિનાની બાળકીને પગથી ખાતી જોઈને સોશ્યલ મીડિયા થયું ભાવુક

હાથ વિનાની બાળકીને પગથી ખાતી જોઈને સોશ્યલ મીડિયા થયું ભાવુક

બિઝનેસમૅન આનંદ મહિન્દ્રાએ રશિયાની વૅસિલિના નૉટઝેન નામની એક બાળકીનો વિડિયો શૅર કર્યો હતો એ જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ ભાવુક થઈ ગયા. વાત એમ છે કે બે વર્ષની વૅસિલિનાને બન્ને હાથ નથી અને છતાં તે બીજાની મદદથી ખાવાને બદલે પગમાં કાંટાચમચી ભરાવીને જાતે ખાવાની કોશિશ કરી રહી છે. શરૂઆતમાં તેના પગમાં ભરાવેલું ખાવાનું મોં સુધી પહોંચી શકતું નથી એટલે તે બીજી બે-ત્રણ રીતે ચમચી ગોઠવવાની કોશિશ કરે છે અને સરળતાથી પગ દ્વારા કોળિયો મોંમાં મૂકે છે. આ વિડિયોમાં આનંદ મહિન્દ્રા લખે છે, ‘હાલમાં જ મારા પૌત્રને જોયો અને પછી જ્યારે મેં વૉટ્સઍપ પર આ પોસ્ટ જોઈ તો મારી આંખમાંથી આંસુ રોકાઈ ન શક્યા.

આ પણ વાંચો : ઑઇલ પેઇન્ટ અને બ્રશથી 300 પાનાંનું રામચરિત માનસ લખ્યું

જીવનમાં જે પણ અધૂરપો કે પડકારો ભલે હોય, પણ જીવન એ ગિફ્ટ છે. એનો મૅક્સિમમ લાભ ઉઠાવવાનું આપણી પોતાની પર નિર્ભર કરે છે. આ પ્રકારની તસવીરો મને આશાવાદ ટકાવવામાં મદદ કરે છે.’ આનંદ મહિન્દ્રા દ્વારા શૅર થયેલી આ હૃદયસ્પર્શી વિડિયો-ક્લિપને પાંચ લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે અને લાખો લોકો આ નાનકડી બાળકીના હાર નહીં માનવાના વલણના વખાણ કરી રહ્યા છે. 

anand mahindra russia offbeat news hatke news