વાવાઝોડાથી બચાવવા કિચનમાં કાર ઘુસાડી દીધી

07 September, 2019 10:30 AM IST  |  ફ્લોરિડા

વાવાઝોડાથી બચાવવા કિચનમાં કાર ઘુસાડી દીધી

ગાડી આવી ઘરની અંદર

બહામાસમાં ખાનાખરાબી કરીને ડોરિયન વાવાઝોડું હવે અમેરિકાના ફ્લોરિડા શહેરના તટ પર આગળ વધી રહ્યું છે ત્યારે હવે ફ્લોરિડાના તટપ્રદેશમાં રહેતા લોકો વાવાઝોડાથી બચવા માટે પ્રયત્નોમાં લાગી ગયા છે. એવામાં એક ભાઈએ પોતાની નાની કાર હવામાં ફંગોળાઈને કે તણાઈને જતી ન રહે એ માટે એને પોતાના ઘરમાં લઈ લીધી છે. જેસિકા એલ્ડ્રિજ નામનાં બહેને પોતાના પતિના આ પરાક્રમની વાત ફેસબુક પર પોસ્ટ કરી છે. તેણે લખ્યું છે કે ‘મારા પતિને વાવાઝોડાનો ડર એટલો મનમાં પેંસી ગયો છે કે તેણે કારને કિચનમાં પાર્ક કરી દીધી છે.

આ પણ વાંચો : 96 વર્ષના દાદાજીએ 48 મિનિટમાં 42 મીટર ઊંડી ડૂબકી લગાવી

કારને કારણે રસોડામાં જગ્યા બહુ ઓછી છે એટલે મને રસોઈ કરવામાં બહુ તકલીફ પડે છે. આશા છે કે ખતરો ટળી ગયા પછી મારા પતિ કારને રસોડામાંથી કાઢીને એના સ્થાને ગૅરેજમાં મૂકી દેશે.’ આમેય પુરુષોને પોતાની બાઇક અને કાર જીવ કરતાંય વહાલી હોય છે એટલે આવું કરનાર પતિને સોશ્યલ મીડિયા પર ઘણાબધા પુરુષોએ શાબાશી આપી છે.

florida offbeat news hatke news