ટીનેજર રોજ 8 કલાક ઑનલાઇન ગેમ રમીને જીત્યો 7.7 કરોડ રૂપિયા

30 July, 2019 08:17 AM IST  |  ન્યૂ યોર્ક

ટીનેજર રોજ 8 કલાક ઑનલાઇન ગેમ રમીને જીત્યો 7.7 કરોડ રૂપિયા

ટીનેજર રોજ 8 કલાક ઑનલાઇન ગેમ રમીને જીત્યો 7.7 કરોડ રૂપિયા

એક તરફ ઑનલાઇન ગેમ્સનું વળગણ ટીનેજર્સનું ભવિષ્ય ધૂંધળું કરી રહ્યું છે ત્યારે એવા સમાચારો આવે છે જ્યાં ટીનેજરો એ જ ગેમના વળગણને કારણે કરોડો રૂપિયા જીતી લાવ્યા છે. ફર્સ્ટ ફોર્ટનાઇટ નામની ગેમ માટે તાજેતરમાં ન્યુ યૉર્કના ટેનિસ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ યોજાયો હતો. એમાં ૧૫ વર્ષના જેડન ઍશમેને તેના પાર્ટનર ડેવ જૉન્ગ સાથે મળીને વર્લ્ડ કપ ફાઇનલમાં રજતચંદ્રક મેળવ્યો. આ સ્થાન માટે જોડીને ૧૫.૫૦ કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું જે બે ભાગમાં વહેંચાશે.

દુનિયાભરમાં આ ગેમ ૨૫ કરોડથી વધુ લોકો ફોર્ટ નાઇટ નામની બૅટલ ગેમ રમે છે. આ વર્લ્ડ કપ માટે પહેલા તબક્કામાં ચાર કરોડ લોકોએ ભાગ લીધો હતો. ૩૦ દેશોમાંથી કુલ ૧૦૦ ગેમર્સને પસંદ કરવામાં આવ્યા હતા. જેડનનું કહેવું છે કે, ‘જ્યારે હું આઠ-આઠ કલાક રૂમમાં બેસીને આ ગેમ રમતો હતો ત્યારે મારી મા બહુ ગુસ્સે થતી હતી. તેને લાગતું હતું કે હું સમય બરબાદ કરું છું. એક વાર તો તેણે વિડિયોગેમ કન્ટ્રોલર એક્સબૉક્સ ઉઠાવીને મને માર્યું હતું.’

આ પણ વાંચો : સાંપ કરડ્યો તો નશામાં યુવકે સાંપને બચકુ ભરીને મારી નાખ્યો

આ ગેમમાં ૧૨ વર્ષથી ૪૦ વર્ષના લોકોએ ભાગ લીધો હતો અને જેડન સૌથી યંગેસ્ટ વિનર હતો. એક સમયે ગુસ્સે થતી તેની મા લીઝાનું કહેવું છે કે, ‘જેડન ગેમમાં એટલો ખૂંપી જતો કે તેના ભણવા પર પણ અસર થતી હતી. એને કારણે મને ચિંતા હતા અને એટલે જ હું ગુસ્સે થતી હતી. જોકે તેણે ગેમમાં પણ બહુ સારું કામ કર્યું છે. આખી જિંદગી નોકરી કરીને ન કમાઈ શકાય એટલી કમાણી તેણે ગેમ રમીને કરી લીધી છે. એ ઉપલબ્ધિ માટે હું બહુ ખુશ છું.’

new york offbeat news hatke news