આ શહેરમાં તમામ બસ-સ્ટોપની છત પર બનાવવામાં આવ્યું છે મધમાખીઓનું અભયારણ્ય

15 July, 2019 08:35 AM IST  |  નેધરલેન્ડસ

આ શહેરમાં તમામ બસ-સ્ટોપની છત પર બનાવવામાં આવ્યું છે મધમાખીઓનું અભયારણ્ય

૨૦૨૮ સુધીમાં નેધરલૅન્ડ્સના યુટ્રૅક્ટ શહેરને ઇકોફ્રેન્ડલી અને કાર્બનમુક્ત ટ્રાન્સપોર્ટવાળું બનાવવાનું નક્કી થયું છે. એના ભાગરૂપે શહેરના ૩૧૬ બસ સ્ટૉપ્સને ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે. આ સ્ટૉપની છત પર ખાસ સેડમના છોડ વાવવામાં આવ્યા છે જેને કારણે એનું સરસ મજાનું સુશોભીકરણ પણ થઈ ગયું છે અને આસપાસની હવાને સાફ રાખવામાં પણ એનાથી મદદ થાય છે. આ છોડથી મધમાખીઓ આકર્ષાશે અને જૈવવૈવિધ્ય પણ વધશે. છત પર આખા બેડમાં છોડ વાવેલા હોવાથી વરસાદનું પાણી પણ સ્ટોર કરવામાં મદદ થશે. ગરમીમાં એ બસ-સ્ટોપને ઠંડું પણ રાખશે. નેધરલૅન્ડ્સમાં ખરાબ ઍર ક્વૉ‌લિટીને કારણે બીમારીઓ થવાનું પ્રમાણ ઘણું વધારે છે એટલે પ્રશાસન હવાની ગુણવત્તા સુધારવા માટે આકાશપાતાળ એક કરી રહ્યું છે. આવનારા વષોર઼્માં બસની છત પર ઇકો ગ્રીન બનાવવાની તૈયારી છે અને સાથે તમામ સબ સ્ટૉપ્સ પર સિંગલ સોલર પૅનલ લગાવવામાં આવશે.

આ પણ વાંચોઃ છ વર્ષના છોકરાએ ૩,૨૭૦ પુશ-અપ્સ કરીને ઇનામમાં ઘર અને ગાડી મેળવ્યાં

offbeat news hatke news