હવામાં ઊડતા-ઊડતા જમોઃ નૉએડામાં ખૂલી ૧૬૦ ફુટ ઊંચે ઝૂલતું રેસ્ટૉરાં

08 October, 2019 09:50 AM IST  |  મુંબઈ ડેસ્ક

હવામાં ઊડતા-ઊડતા જમોઃ નૉએડામાં ખૂલી ૧૬૦ ફુટ ઊંચે ઝૂલતું રેસ્ટૉરાં

નૉએડાના સેક્ટર ૩૮માં ફ્લાય ડાઇનિંગ નામે રેસ્ટોરાં ખૂલી છે.

નૉએડાના સેક્ટર ૩૮માં ફ્લાય ડાઇનિંગ નામે રેસ્ટોરાં ખૂલી છે. નામ મુજબ એ તમને ઊડતા-ઊડતા ભોજન કરવાનો અનુભવ આપે છે. આમાં રેસ્ટોરાંના નામે એક જાયન્ટ ટેબલ છે જેમાં ૨૪ સીટ છે. એમાં ડાઇનરોને બેસાડીને હવામાં ૧૬૦ ફુટ ઊંચે લઈ જવામાં આવે છે. ક્રેન દ્વારા હવામાં લટકતા આ ડાઇનિંગ ટેબલની સાથે તમને સર્વ કરવા માટે વેઇટર અને સ્થાનિક સ્ટાફ પણ હોય છે. રેસ્ટોરાંના ઓનર નિખિલ કુમારને આવો અનોખો વિચાર દુબઈની એક ટ્રિપ પરથી આવ્યો હતો. બે વર્ષ પહેલાં તેમણે દુબઈમાં આવા કૉન્સેપ્ટવાળી રેસ્ટોરાં જોઈ હતી જે તેમણે નૉએડામાં બનાવી છે. આ રેસ્ટોરાંમાં ફૂડ ટેસ્ટી હોય કે ન હોય, ગ્રાહકોની સેફ્ટી બરાબર જળવાય એ સૌથી મોટી પ્રાથમિકતા છે. કેમ કે સેફ્ટી હોય તો જ લોકો ઍડવેન્ચરસ ડિનર કરવા તૈયાર થાય. આ માટે ડાઇનિંગ સીટમાં પણ બકલિંગ લૉક છે. ક્રેન અને ઉપર જતા ડાઇનિંગ ટેબલની ટેક્નિકલ તપાસ રોજેરોજ કરવામાં આવે છે. જર્મનીની આ ટેક્નૉલૉજી છે જે ત્યાં પરીક્ષણ કરાયા પછી જ અહીં આવી છે. ચાર ફુટથી ઓછી હાઇટ ધરાવતા બાળકો કે ગર્ભવતી મહિલાઓને ઉપર જઈને ભોજન કરવા જવા દેવામાં નથી આવતા. ક્રેન ઉપર જાય ત્યારથી લઈને જમવાનું, સેલ્ફી લેવાની તેમ જ આસપાસનો નજારો માણવા માટે દરેક ગ્રાહકને ૪૦ મિનિટનો સમય આપવામાં આવે છે.

noida offbeat news